Get Mystery Box with random crypto!

* Paying the price * * જે વ્યક્તિ ને કોઈ લોભ લાલચ થી ખરીદ | જ્ઞાન સારથિ અંગ્રેજી

* Paying the price *

* જે વ્યક્તિ ને કોઈ લોભ લાલચ થી ખરીદી નથી શકાતો, ધાક ધમકી આપી ચૂપ નથી કરી શકાતો એવા વ્યક્તિના ''કાંડા અથવા પાંખો'' કેમ કાપી નાખવા એની કેમ બોલતિ બંધ કરી દેવી એના માટે નવા નવા હત્કંડા આપનાવામાં આવી રહિયા છે.*

આજરોજ ટેલીગ્રામ માં યુવરાજસિંહ જાડેજા(વિદ્યાર્થી આગેવાન) દ્વારા ચાલતી ચેનલ એટલે કે જ્ઞાન સારથિ(
@gyansarthi) જેમાં લાખો જ્ઞાન વાંચ્છુકો(એક લાખ 32 હજાર મેમ્બર) ને જ્ઞાન અને માહિતી પૂરી પાડતા આજે તે ચેનલ ને કૉપિરાઇટ નું ગતકડું ઉભુ કરી બંધ કરી દેવામાં આવી....

પહેલાં ટ્રોલ આર્મીને પાછળ લગાડી
#સોશિયલ_મીડિયા (ટ્વીટર) હેક કરાવ્યું,
ગાંધીનગર માં રહેતો હતો તે મકાન પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,..
પછી ખોટા ગુના માં ફસાવી ગાંધીનગર થી તડીપાર કરાવ્યો...
હવે ટેલીગ્રામ ચેનલ જેમાં લાખો ફોલોવર છે.. જેમાં સાચી માહિતી આપી લાખો લોકોને માહિતગાર કરતો હતો તેને બંધ કરાવ્યું...

*""" અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહીયો છે, જે લોકતંત્ર માટે હાનીકારક છે """"*

વિરોધ પક્ષ મુક્ત સત્તા પક્ષ....
વિરોધ પક્ષ હોઈ કે વિરોધ કરનાર સ્વતંત્ર વ્યક્તિ એની બોલતી કોઈપણ પ્રકારે બંધ કરી દેવી.
બંધારણ ના આર્ટિકલ 19 માં આપેલ અભિવ્યક્તિ ની આઝાદી છીનવી લેવી,
જો તમે કોઈ સમુદાય ને સિલેક્ટિવ ટાર્ગેટ કરીને કઈ લખો કે બોલો કે પછી ભડકાવો તો પણ તમને કશું જ ન થાય.. જો તમે સત્ય લખો છો અને એમને નડતરરૂપ થાવ છો અને એમના દોરી સંચાર પ્રમાણે ચાલો નહીં તો તમને Banned કરી દેવાના..

* આપડી પાસે તો તાજુ ઉદાહરણ પણ છે. એક એવી વ્યક્તિ જેને કારણે કતાર, કુવૈત... જેવા દેશે ભારત દેશને માફી માંગવા ઉપર મજબૂર કરી દીધા. અને જેને કારણે આ બન્યું તે વ્યક્તિ એક પાર્ટીની """ઘોષિત""" ઓફિસિયલ સ્પોક પર્શન હતી. તો એને ફ્રિંજ એલીમેન્ટ કહી ફકત પાર્ટી માંથી દૂર કરવામાં આવ્યા..કોઈ કાર્યવાહી નહીં...અન્ય કોઈ સજા નહીં... કેમ આવું તો કે એને જે તે પાર્ટી ના લાભ માટે ભડકાઉ ભાષણ(હેટ સ્પીચ) આપી સમાજમાં નફરત અને દ્વેષ ફેલાવે.*
* એને જ કારણે "જે તે પક્ષ ને નહીં પૂરા ભારત દેશને બીજા દેશ સામે નીચું જોવું પડ્યું અને માફી માંગવી પડી..."*
અને
બીજી તરફ એક એવો વ્યક્તિ જે ખોટા ઉશ્કેરણી જનક વીડિયો ને વાઇરલ કરવામાં આવે કોઈ બાબતને તોડી મરોડીને બતાડવામાં આવે અને એવી બાબતનો પ્રચાર પ્રસાર કરવામાં આવે તેવા વીડિયો અને બાબતનો ની ફેક્ટ ચેક કરતો અને તે વીડિયો ની તથ્યતા અને સત્યતા તપાસતો.. અને તે વ્યક્તિ એટલે ઓલ્ટ (ALT) ન્યુઝ વેબસાઈટ ના સંસ્થાપક જેને પોલીસ ગિરફ્તાર કર્યા.
જે વીડિયો કે કંટેઈન ને હકીકત/વાસ્તવિકતાથી કંઈ લાગતું વળગતું નથી હોતું...સમાજમાં નફરત ફેલાવી ધાર્મિક ભાવના ભડકાવવા અને અને અમુક મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે જ એનો ઉપયોગ થતો તેવી બાબતને ઉજાગર કરતા એવા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા.(સૌથી વધુ ભડકાઉ વીડિયો અમુક પક્ષના લોકો દ્વારા જ સમાજમાં ભડકાવવા અને ભટકાવવા અને ખોટી માહિતી ફ્લેવવવામાં ઉપયોગ માં લેવામાં આવતા)
વર્તમાન માં ચાલતી મહારાષ્ટ્ર ફાઈલ પણ જીવતુંજાગતું ઉદાહરણ છે.

અહીંયા દેશની કરુણતા જ એ છે કે જ્યાં "અગ્નિવીર" કરતા "ખુરશીવીર" ઉપર વધારે ધ્યાન અપાય છે.

આવા લોકો સત્ય સ્વીકારી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા..

તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી યુવરાજસિંહ ને પણ દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં.

* "જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો વધારે મજબૂત બનશે, મજબૂર નહીં" *

#I_Stand_With_Gyansarthi