Get Mystery Box with random crypto!

۞ ઔતિહાસિક તિથિઓની ગણતરી :- ۞ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સ | Government Job alerts

۞ ઔતિહાસિક તિથિઓની ગણતરી :- ۞

ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને B.C. (Before Crist) અર્થાત “ઈસવીસન પૂર્વ” નો સમય કહેવાય છે. કેટલાક દેશોમાં B.C.E. (Before Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ઈશુના જન્મ પછીના સમયને A.D. (Anno domini) અર્થાત “ઈસવીસન” કહેવાય છે. પરંતુ કેટલાક દેશોમાં C.E. (Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

બુદ્ધ સંવત- ઈ.સ.પૂર્વે ૫૪૪
મહાવીર સંવત- ઈ.સ. પૂર્વે ૫૨૭
વિક્રમ સંવત- ઈ.સ. પૂર્વે ૫૮
જુલીયન કેલેન્ડર- ઈ.સ. પૂર્વે ૪૬


શક સંવત- ઈ.સ. ૭૮
ગુપ્ત સંવત- ઈ.સ. ૩૧૯
હિજરી સંવત- ઈ.સ. ૬૨૨
ઈલાહી સંવત- ઈ.સ. ૧૫૮૩

સમગ્ર વિશ્વએ ગ્રેગેરિયન કેલેંડર અપનાવ્યું છે. તેની શરૂઆત ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨ના રોજથી પોપ ગ્રેગરી તેરમા એ શરૂ કર્યુ હતુ. પરંતુ એલાયસીયસ લિલયસે તેની રચના કરી હતી.