Get Mystery Box with random crypto!

મોહનદાસ કરમચંદ ગાંધી ઉપનામ મહાત્મા ગાંધી, ગ | Government Job alerts

મોહનદાસ કરમચંદ ગાંધી


ઉપનામ

મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા

જન્મ 

2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર

અવસાન

30 – જાન્યુઆરી,  1948   ;    દિલ્હી

કુટુમ્બ

માતા-  પૂતળીબાઈ ;   પિતા – કરમચંદ (કબા) ગાંધી

પત્ની – કસ્તૂરબા (લગ્ન- 1881 )  ️ પુત્રો –  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ

અભ્યાસ

1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ

કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર

બૅરિસ્ટર (લંડન)

વ્યવસાય

આફ્રીકામાં વકીલાત

પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.

પ્રદાન

ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક

અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત

પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક

જીવનભર સત્યશોધક

જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક

અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી

જીવન ઝરમર

પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન

દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ

1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.

દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત

ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,

રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ

ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો

1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,

અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના

ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું

1920 –  અસહકારનું આંદોલન

1930 –  ઐતિહાસિક દાંડીકૂચ

1942  –  “હિંદ છોડો” ચળવળ

1948 –  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા

મુખ્ય રચનાઓ

આત્મકથા – સત્યના પ્રયોગો

પ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;

નિબંધો –  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.

પત્રલેખન – ગાંધીજીના પત્રો

સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)

સન્માન

દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.

તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.

તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.

તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.

તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.

આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી...
━──────⊱◈✿◈⊰─────━
*આવી વધુ માહિતી / અપડેટ માટે નીચે આપેલા ગ્રુપમાં જોડાઓ.. *

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Hv4Haa69LH9LKsAlOHBCPR


➤ *Telegram-*
https://t.me/gujaratiGKmaster



@gujaratiGKmaster