🔥 Burn Fat Fast. Discover How! 💪

અગત્યના રૂઢિપ્રયોગો ચાલ ચાલવી યુક્તિ પ્રમાણે અમલ | Government Job alerts

અગત્યના રૂઢિપ્રયોગો


ચાલ ચાલવી
યુક્તિ પ્રમાણે અમલ કરવો.

ભજીમુળા માનવા
વાતને સરળ જાણવી.

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવાં
જીવવાની આશા ન હોવી.

ધનોત-પનોત નીકળી જવું
સર્વસ્વ નાશ પામવું.

મનમાં ને મનમાં સમસમી રહેવું
અપ્રગટ રીતે રોષ કરવો,
ગુસ્સાને મનમાં જ દાબી દેવો.

જીવ તાળવે ચડી જવો
ભારે ઉચાટ થવો.

કાગને ડોળે રાહ જોવી
ખૂબ આતુરતાથી રાહ જોવી.

મોઢાં ચડી જવાં
રિસાઈ જવું.

હદયનો કુચો કરી નાખવો
લાગણીઓ કચડી નાખવી.

છેલ્લે પાટલે બેસવું
આત્યંતિક નિર્ણય લેવો.

હાથ પકડવો
(અહીં) લગ્ન કરવું.

દોમ દોમ સાહ્યબી હોવી
અતિશય સાધન-સંપન્ન હોવું,
ખૂબ શ્રીમંત હોવું,
આર્થિક સ્થિતિ ખૂબ જ સધ્ધર હોવી.

હાથફેરો કરવો
ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી

ખાતર પાડવું
ચોરી કરવી.

સોપો પડી જવો
શાંતિ છવાઈ જવી.

છોભીલું પડવું
શરમ, સંકોચ થવો.

લોહી ઉકલી ઊઠવું
ગુસ્સે થવું.

પગ મણમણના થઈ જવા
મન ખિન્ન થઈ જવું.

હાથ-વાટકો થવું
નાના-મોટાં કામમાં ઉપયોગી થવું.

વંઠી જવું
હાથથી જવું,
બગડી જવું.

લાંઠી કરવી
મજાક કરવી.

માથું ફોડીને લોહી કાઢવું
સખત મહેનત કરવી.

ભરખી જવું
ખાઈ જવું.

ઘોડા ગંઠ્યા કરવું
મનોમંથન કરવું,
કલ્પના કરવી.

આભ ફાટવું
ખૂબ દુઃખ પડવું.

બોર બોર આંસુ ટપકવાં
ચોધાર આંસુએ રડવું.

પડખું સેવવું
સહહેવાસ કરવો.

દેન હોવી
હિંમત હોવી.

ખરખરો કરવો
શોક વ્યક્ત કરવો.

ગળચવાં ગળવાં
બોલતાં અચકાવું.

કળી જવું
જાણી જવું.

મહરે ચઢવું
સામસામે સ્પર્ધામાં ઊતરવું.

@gujaratiGKmaster
*°*°°°°☆°°°°☆°°°°*°*