Get Mystery Box with random crypto!

શબ્દ ઉત્સવ

Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Logo of telegram channel gujaratikavita — શબ્દ ઉત્સવ
Channel address: @gujaratikavita
Categories: Uncategorized
Language: English
Subscribers: 3.09K
Description from channel

ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita
અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup
For Paid Promotion in this both channel please DM me...

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

2

2 stars

1

1 stars

0


The latest Messages

2022-08-15 13:06:57 આખી જિંદગી
સંસારમાં મથે છે
છતાં
મનુષ્યને શાંતિ
મળતી નથી.
અંતે
હંસલો ચાલ્યો જાય છે
ત્યારે
લોકો
શાંતિ લખે છે!
જે જીવતા મળી નહિ એ
એ મૃત્યુ પછી પણ ક્યાંથી ??

-અંશ ખીમતવી
1.5K viewsH B Savani, 10:06
Open / Comment
2022-08-15 13:06:03 હું તો મારા પિયર હાલી રે,
વીરાને રાખડી બાંધવા રે... (2)

હો મારા ભોળા સસરાજી,
કેવા મૂછો મરડતા રે...
ઘોડાગાડી બોલાવો રે,
હું તો ઝટપટ ચાલી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

હો મારી વ્હાલી સાસુજી,
કેવું મોઢું ચઢાવે રે...
બળદગાડું બોલાવો રે,
હું તો હળવે હાલી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

હો મારા નટખટ દેવરજી,
કેવા લાડ લડાવે જી...
જરા રથ તેડાવો રે,
હું તો હોંશે હાલી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

મારા દિલના માણીગર,
તમે પ્યારા છો ભરથાર...
તમે જરા ન કરો વાર રે,
મને મેલવા હાલો રે...
મારે જાવું ઘણે દૂર રે,
હું તો અમથી રિસાણી રે...

હું તો મારા પિયર જાઉં રે,
ભાઈને રાખડી બાંધવા રે...(2)

ચૌધરી શીલા... સિયા...
1.5K viewsH B Savani, 10:06
Open / Comment
2022-08-15 13:05:49 એણે મને કીધું કે
તમારી
''બચપન કી ફોટો દિખાઓ ના''
મેં
કીધું
ગોતવી પડે
ગોતતા
ગોતતા
સંસ્મરણોમાં
હું જ
ખોવાઈ ગયો!

- અંશ ખીમતવી
1.3K viewsH B Savani, 10:05
Open / Comment
2022-08-15 13:04:51 શીર્ષક: ખુલ્લી કિતાબ

રહસ્ય રાખી જગતે જીવવું શું?
જિંદગીને ખુલ્લી કિતાબ રાખો.

સત્ય કડવું હોય બની શકે ખરા,
છતા સ્વાદ એનો કાયમી ચાખો.

આજ છીએ ને કાલ કદાચ નહીં,
માટે જ રાખવો નહીં ખોટો ફાકો.

બદલતા રહેવું જગે જરુરી બને,
પરંપરા તણો હવે તો ફાડો તાકો.

દોડ ઇચ્છાઓની થાય નહીં પૂરી,
સ્વભાવ માટે ન રાખો સાવ રાકો.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ"
રાણપર
1.3K viewsH B Savani, 10:04
Open / Comment
2022-08-15 13:04:34 *કોલાહલ*
યાદ કોલાહલ કરે વરસાદમાં.
વ્હાલથી હલચલ કરે વરસાદમાં.

હાજરી તારી હ્રદયમાં સાલતી,
ભાવથી કલબલ કરે વરસાદમાં.

એકલી મૂકી જવાની હામ પણ,
કેટલાં જો છલ કરે વરસાદમાં.

બૂંદ કાજે પ્યાસ ચાતક શી ભરી,
આંગણું પ્રાંજલ કરે વરસાદમાં.

આંખમાં અટકી ગયેલું અશ્રુ પણ,
પાંપણે છલછલ કરે વરસાદમાં.

આશ પણ જો ઓગળી છે એટલી,
ભીતરી આનલ કરે વરસાદમાં.

પંખુડી સૂકી મળી છે પુસ્તકે,
આત્મને કોમલ કરે વરસાદમાં.

વાત અટકી હોંઠ પર આવી અને,
સ્મિતને મખમલ કરે વરસાદમાં.

પ્યારની કિંમત સમજવી છે કઠિન,
સ્નેહ એ સોનલ કરે વરસાદમાં.

દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
1.2K viewsH B Savani, 10:04
Open / Comment
2022-08-15 13:03:13


ભારતના સિંહો નું એ વન આઝાદ રહે;
સિક્કા જેવું સૌનું એ મન આઝાદ રહે.

છે ફૂલોની મસ્તી , ભમરાઓનું ગુંજન ,
છે જ્યાં સૌરભનું એજ ચમન આઝાદ રહે.

વીર સપૂતોની ફાંસીને પણ યાદ કરો;
રાણા, શિવા ના એજ વતન આઝાદ રહે .

જ્યાં હસતાં ગાતાં રમતાં ઉડતા પંખીઓ ,
સત્ય કરુણાનું એજ ગગન આઝાદ રહે.

રામ, બુદ્ધ, કૃષ્ણની છે આ ધરતી દોસ્ત ,
લખ જલરૂપ ભારતદેશ અમન આઝાદ રહે.

કવિ જલરૂપ
મોરબી

1.1K viewsH B Savani, 10:03
Open / Comment
2022-08-15 13:02:54 એક સ્મરણ અને એક કડવું સત્ય એક અછાંદસ રચના સાથે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ

પ્રભાત ફેરી...

વ્હેલી
સવારે
પપ્પા ઉઠાડે
ને કહે-
15 ઑગસ્ટ છે
ચાલ પ્રભાતફેરીમાં..
આંખો ચોળતા
શિક્ષક પિતા સાથે
હું પણ
કાદવ ખૂંદતા
ગામના રસ્તે
વરસાદી માહોલે
જય હિન્દ
જય ભારત
કરતાં
નીકળી પડતો
ને કાદવ ખૂંદતા
ચપ્પલની
પટ્ટી ટૂટતા
ઉઘાડા પગે
ચાલતા
ઝાંખા પ્રકાશે
ગામ વટાવી
શાળા ઝાંપે
દેશદાઝ
મને અને પપ્પાને
ભેટી પડતી
આજે પપ્પા નથી
હા! દેશદાઝ ખરી
પણ...
વિચારું છું
ઝળહળતા
પ્રકાશે
બાળપણ જેવી
કદાચ નહીં...
વ્યસ્તતા મૂઈ
દેશદાઝ
ખાઇ ગઇ...
ને એક દી' પૂરતી
રાખી ગઇ...

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ "
રાણપર
1.3K viewsH B Savani, 10:02
Open / Comment
2022-05-27 07:06:32 આંખોને ગમતા સપના,જાણે પંખીની પાંખો !
મનને નભ પર ઉડવું,જાણે મારા ઝરમર ઝરણાઓ !

પામવા તણી મહેચ્છા કિનારાને, દરિયાવની લહેરો !
જળમીન બની ડૂબકી લગાવી ફરી શોધું નવી કોતરો.

પકડું તો યે સરકી જતી જીવવાની વિસ્તરતી ક્ષણો.
હથેળીઓની રેખાઓમાં કંડારેલી મારી અનંત પળો.

ડર છે એટલે વળાંકમાં આવતા રસ્તાની સફરનો.
ધીમે પગલે એટલે ચાલુ પછી ભલેને હોય કંટકો.

હજું મળવાનું બાકી છે,મારા સ્વજનને શત્રુઓ.
હજું જીવવાનું બાકી છે,ભલે વિતે સૈકાને આ સદીઓ.

ભૂષિત શુકલ
727 viewsH B Savani, 04:06
Open / Comment
2022-05-24 19:53:20 આખુ વર્ષ ભણી ગણી ને,
મનોમંથન કરો વિધાર્થીઓ,
મહેનત થકી આવે માર્કસ ,
આવ્યો અવસર પરીક્ષા નો.

હોલટિકિટ, પેન,પેન્સિલ ને
કેલ્કયુલેટર, કંપાસ લઇને
થાવ તૈયાર સૌ વિધાર્થીઓ,
આવ્યો અવસર પરીક્ષા નો.

પરીક્ષાખંડમા પ્રવેશ કરીને
નમન કરો વિદ્યા ના દેવીને,
આવડે જે તે લખો પહેલા
આવ્યો અવસર પરીક્ષા નો.

પરીક્ષા છે જીવન બોધપાઠ,
મળે જીત તો ગર્વ ન કરવો,
મળે હાર તો નિરાન ન થવુ,
આવ્યો અવસર પરીક્ષા નો.

રાખો આત્મવિશ્વાસ પ્રબળ,
તો દરેક પેપર જાય સરળ ,
સ્વપ્ન પણ થશે સર્વ પુરાં,
આવ્યો અવસર પરીક્ષા નો.

ન જાય સમય તમારો વિફલ,
દરેક ક્ષણ પણ છે અનમોલ,
કહે દિનકર શુભેચ્છા સહ,
આવ્યો અવસર પરીક્ષા નો.


વ્યાસ દિનેશ-દિનકર
541 viewsH B Savani, 16:53
Open / Comment
2022-05-24 19:52:55 સાચું ચિત્ર દેખાય છે,
પણ વિચિત્ર દેખાય છે,

છો છુપાવે ભલે ને,
પણ સચિત્ર દેખાય છે,

વર્તુણક સારી કરે,
પણ ચરિત્ર દેખાય છે,

પીઠ પાછળ વાત છે,
પ્ણ એ મિત્ર દેખાય છે,

પાપ અંદર કેટલા?
પણ પવિત્ર દેખાય છે,

હિંમતસિંહ ઝાલા(બાલાસિનોર)
463 viewsH B Savani, 16:52
Open / Comment