Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય ઓરિસ્સા સરકારે ૧૯ જીલ્લાઓમાં વરસાદથી પ્રભાવિત ખેડૂત | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

ઓરિસ્સા સરકારે ૧૯ જીલ્લાઓમાં વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે લગભગ ૩૬૫ કરોડ રૂપિયા જાહેર કર્યા.

ઓડીસા સરકારે ૧૯ જિલ્લાઓમાં વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે ૩૬૫ કરોડ રૂપિયા જાહેર કરેલ છે.

રાજ્ય આપદા રાહતકોશમાંથી આપાયેલ આ રકમ ખેડૂતોને ખેતીની સબસીડી સ્વરૂપે આપવામાં આવશે.

જેઓનો પાક આ મહિનાના ત્રીજા સપ્તાહમાં (નેવેમ્બર) દરમિયાન ખરાબ થઇ ગયો છે તેને પ્રાધાન્ય અપાશે.

કમોસમી વરસાદથી ૧૪૭૨૦ ગામોની લગભગ ચાર લાખ હેક્ટર ઉપજાઉ જમીન પ્રભાવિત થયેલ છે.

વિશેષ રાહત આયુક્ત બી.પી.સેઠીના જણાવ્યા મુજબ ખેડૂતોને બે હેક્ટર જમીન માટે નિયમ પ્રમાણે સબસીડી આપવામાં આવશે.

નવીન પટ્ટનાયક ઓડીશાના હાલના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

હાલ ઓડીસાના રાજ્યપાલ તરીકે એસ.સી.જમીર સેવા આપી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય

સ્કીલ ઇન્ડિયાએ એયરબીએનબી સાથે સમજુતી કરી.

કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયની શાખા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમેં ભારતમાં આતિથ્ય જગતના ઉધમિયોને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવા વિશ્વની પ્રખ્યાત કંપની એયર એન.બી. તથા ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટર સ્કીલ કાઉન્સલ સાથે ત્રિપક્ષીય કરાર કરેલ છે.

યુ.એસ.આધારિતએયર બીએનબી એક ઓનલાઈન બજાર અને આતિથ્ય સેવા છે.

રમત-જગત

મીરાંબાઈ ચાનુંએ વિશ્વ વેઇટલીફટીંગ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો.

ભારતની વેઇટ લિફ્ટર મીરાંબાઈ ચાનુએ સુવર્ણ પદક જીતીને બે દશકાથી વધારે સમય બાદ સુવર્ણપદક જીતનાર પ્રથમ પદક જીતનાર પ્રથમ ભારતીય છે.

ચાનુંએ ૪૮ કિલો વર્ગમાં ૧૯૪ કિલો વજન ઉઠાવીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવેલ છે.

ચાનું આ પહેલા ઓલિમ્પિકમાં કાંસ્યપદક વિજેતા રહી ચુક્યા છે.

ભારતીય શટલર કીતામ્બી શ્રીકાંત અને પી.વી.સિંધુને ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર કાર્યક્રમમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રીકાંતે આ વર્ષે ચાર સુપર સીરીઝ ખિતાબ પોતાના નામે કરેલ છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બીઝનેસમેન સંજીવ ગોયનકા દ્વારા દેશમાં રમતોના વિકાસ માટે સમર્થન આપવા માટે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સની શરૂઆત કરવામાં આવી છે.

આઈ.ઓ.એ એ ભારતીય બોક્સિંગ મહાસંઘને માન્યતા આપી.

ભારતીય ઓલિમ્પિક સંઘે ઇન્ડિયન એમેચ્યોર બોક્સિંગ મહાસંઘને માન્યતા રદ્દ કરીને ભારતીય બોક્સિંગ મહાસંઘને માન્યતા આપી છે.

એ.આઈ.બી.એ. ની સ્થાપના વર્ષ ૧૯૪૬ માં કરવામાં આવી હતી.

એ.આઈ.બી.એ..નું મુખ્ય કાર્યાલય સ્વીત્ઝર્લેન્ડના લોજેનમાં આવેલ છે.

અન્ય

મણિપુરમાં સૌભાગ્ય સ્કીમ શરુ કરવામાં આવી.

પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના (સૌભાગ્ય) નું મણીપુરમાં કેન્દ્રીય વીજળી અને નવીન તથા નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી આર.કે સિંહ અને મણીપુરના મુખ્યમંત્રી શ્રી એન.બીરેન સિંહ દ્વારા આરંભ કરવામાં આવેલ.

મણીપુરના લગભગ ૧.૭૫ લાખ પરિવારોને આ સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવશે.

આ પરિવારોમાં ૧.૬૨ લાખ લોકો ગ્રામીણ તથા ૦.૧૩ લાખ શહેરી પરિવારો છે.