Get Mystery Box with random crypto!

બ્રેકોનીડ ભમરી : બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા 'માથાવ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

બ્રેકોનીડ ભમરી :
બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા 'માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા દેખતે કીટકના ઇંડાને મળતાં આવે છે પરતુ રેશમી હોય છે. તે વિભિન્ન પ્રકારના કોટકોનું પરજીવીકરણ કરે છે. કેટલીક પ્રજાતિ કોટકના અંદરના ભાગે હુમલો કરે છે. જ્યારે કેટલીક પ્રજાતિ બહારથી પોષણ મેળવે છે. આ ભમરીની જુદી જુદી પ્રજાતિઓ કીટકના ઈંડ, ઈયળ, કોશેટા અને પુખ્ત અવસ્થાનું પરજીવીકરણ કરે છે. બ્રેકોનીડ ભમરી જીવાતની ઈયળ અવસ્થાએ હુમલો કરે અને ઈયળનાં શરીરમાં ઈંડા મૂકે છે. ઇંડામાંથી નીકળતી ઈયળ જીવાતની ઈયળના શરીરને અંદરથી કોરી ખાઈ વિકાસ પામે છે. આખરે તે ઈયળની ચામડી કોયી બહાર આવી તેની ખાસિયત મુજબ કોશેટા બનાવે છે જેમાંથી પુખ્ત ભમરી નીકળે છે.

#કૃષિ_કોલમ #જીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http......

વધુ વાંચો:https://tny.app/4FjABnJp