Get Mystery Box with random crypto!

કુદરતની કમાલ પામનું વિશાળ પાંદડું હોય કે નાનું અમથુ લૂણીની ભા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

કુદરતની કમાલ
પામનું વિશાળ પાંદડું હોય કે નાનું અમથુ લૂણીની ભાજીનું પાંદડુ. દરેક પાંદડાં એટલે કેમિકલ ફેકટરી અથવા તો કુડ પ્રોડક્શન યુનિટ. ખેતરમાં છોડ પર નજર નાખીને આ તમામ પ્રક્રિયાઓતો આપણે જોઈ શક્તા નથી પરંતુ પાંદડાંને સૂક્ષ્મ દષ્ટિથી નીરખીતો શકીએ. લીસ્સા, ચળક્તા, રૂંવાટીવાળા, ચીકણા, બરછટ પાંદડાંનો સ્પર્શ પણ આપણને રોમાંચિત કરી દે છે. પાંદડાં પર જામેલા ઝાકળબુંદો સવારે જઈને નજીકથી જોઈએ તો એમાં વિશાળ સૂર્યનું પ્રતિબીંબ દેખાશે. પૃથ્વી પરના અણુ જેવડું એકાદ પાંદડું આપણને સળગતા સૂર્યનું દર્શન એકાદ શીતળ ઝાકળ બુંદમાં કરાવીને ખરા અર્થમાં જીવન દર્શન કરાવે છે. એક પાંદડું આપણને વિજ્ઞાનનું દર્શન કરાવે છે સાથે-સાથે કુદરતનું દર્શન કરાવે છે. તમને નથી લાગતું કે એક પાદડાંની ટોચ પર સમગ્ર વિશ્વ નભી રહ્યું છે!

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/6FWl0p9W