Get Mystery Box with random crypto!

ઉપરથી ધોમ ધખતો તાપ, નીચે ભઠ્ઠી સમાન ધગતી ધરા, અને માળામાં પાથર | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ઉપરથી ધોમ ધખતો તાપ, નીચે ભઠ્ઠી સમાન ધગતી ધરા, અને માળામાં પાથરણું પાછું હોય તડકામાં તપી ઉઠે એવા કાંકરાનું ! આવી અસહ્ય ગરમીથી ઈંડાને બચાવવા ટીટોડીનો પરિશ્રમ જોવા જેવો હોય છે. મેં જોયું છે કે - આ પંખી નજીકમાં જ્યાં પાણીનો વહેતો ધોરિયો, પાણી ભરેલ ખાડો, કે નદીનો ચાલુ પ્રવાહ હોય ત્યાં આવીને પાણીમાં ઉભી રહે, વારંવાર પગ વાંકા કરી પેટ પાણીમાં ઝબોળી ખૂબ ટાઢું કરે અને પેટ નીચેના પીંછામાં સંઘરી શકાય તેટલું પાણી સંઘરીને પછી માળે પહોંચવાનું. હવે જો ઉડીને જાય તો તો પાણી બધું ખરી પડે નીચે ! માટે હાલતી હાલતી પોતાના માળે પહોંચી જાય. ત્યાં આવી રીતે પાણીવાળા થઈને બેઠેલ સાથીદારને ઉઠાડી પોતે ઈંડા પર બેસી જઈ એને ટાઢક આપે. આ રીતે ઈંડા સેવાય ત્યાં સુધી સવારના ૧૦ વાગ્યાથી તે સાંજના ૪-૫ વાગ્યા સુધી બન્ને સાથીદારો વારા ફરતી આ કાર્યક્રમ ચાલુ રાખે.

#Birds #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://w......

વધુ વાંચો:https://tny.app/4a3XBrGj