🔥 Burn Fat Fast. Discover How! 💪

Hello, મિત્રો વિષય : MPHW અને FHW વર્ગ-3 સંવર્ગની ભરતી બાબતે | 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

Hello, મિત્રો

વિષય : MPHW અને FHW વર્ગ-3 સંવર્ગની ભરતી બાબતે અપીલ.

આપણી ભરતી બાબતે પ્રતીકભાઈ અને સેનેટરી ઈન્સ્પેકટર બેરોજગાર યુવા સમિતિ હંમેશા અગ્રેસર રહી છે, ચાહે કોર્પોરેશનની ભરતીની રજુઆત હોય કે પછી પંચાયત વિભાગની ભરતીની રજુઆત હોય.

પરંતુ મૂળ મુદ્દો એ છે કે પંચાયત વિભાગની ભરતી છેલ્લા 5 વર્ષથી કરવામાં નથી આવી તેની રજુઆત બાબતે આપણે સૌ કોઈએ આગળ આવવું પડશે એકલા પ્રતીકભાઈ કે સેનેટરી ઈન્સ્પેકટર બેરોજગાર યુવા સમિતિ કાંઈ નહીં કરી શકે હવે આપણે આપણી એકતા બતાવવી પડશે અને જ્યાં સુધી પંચાયતની ભરતી ન આવે ત્યાં સુધી આ બાબતે અવારનવાર ઉઘરાણી ચાલુ રાખવી પડશે માટે મારી દરેક ભાઈ-બહેનોને વિનંતી છે કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણી ભરતી બાબતે એવી રજુઆત કરીએ કે આપણી ભરતીનો મુદ્દો સૌ કોઈ જાણે અને સરકાર આપણી ભરતીને પ્રાધાન્ય આપે.

આશા રાખું છું કે હવે ભરતી રજુઆતમાં કાંઈક પરિવર્તન આવશે અને તે માટે સૌ કોઈ આગળ આવશે.


પિયુષ મકવાણા