Get Mystery Box with random crypto!

*શેરબજાર* હું જયારે બુલ કરું, બજાર ત્યારે બેર કરે મોટા શેરો | TradEagle

*શેરબજાર*

હું જયારે બુલ કરું, બજાર ત્યારે બેર કરે
મોટા શેરો નાના રોકાણ સામે કેમ વેર કરે

ખરીદું તો ઘટ્યા કરે, ને વેચું તો વધ્યા કરે
રાખેલું ચોંટ્યા કરે, રમત લીધેલા શેર કરે

હું કોલ લઉં ને તું, પુટ બની ને ભાગ્યા કરે
લાગે જે મહેર કરે, એ ઓપ્શન કહેર કરે

નિફ્ટી ની ફિફ્ટી માં, કે IPO ની ચિઠ્ઠી માં
મારી પાસે નથી, એ પ્રીમિયમ જાહેર કરે

હું ટાર્ગેટ ફિટ કરું,તું સ્ટોપ લોસ હિટ કરે
સાગરમાં શોધું મોતી,જે નફાની નહેર કરે

વધે તો વેચાય નહિ, ઘટે તો લેવાય નહિ
પેની સ્ટોક ની લાલચ, અમૃતને ય ઝેર કરે

હું જયારે બુલ કરું, બજાર...............!


*હમણા હમણા કવિએ ટ્રેડર્સમાં થી લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનવુ પડયુ છે*