Get Mystery Box with random crypto!

દહનશામક વાયુ કયો છે ? જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ કયો ભૌતિક ગુણધ | Government Job alerts

દહનશામક વાયુ કયો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ માટે સાચો છે ?
જવાબ: દહનશામક

ચનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
જવાબ: દૂધિયો

વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: કાર્બોનિક ઍસિડ

વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે ક્યો વાય ઉપયોગી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: H2CO3

ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ બાયકાર્બોનેટ

ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: NaHCO3

ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: Na2CO3

કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
જવાબ: સૂકો બરફ

આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: કૅલ્શિયમ કાર્બોનેટ

કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
જવાબ: હાઇડ્રોજન

કયો વાયુ દહનશીલ છે ?
જવાબ: હાઇડ્રોજન

કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
જવાબ: દહનશીલ

કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
જવાબ: હાઇડ્રોજન

હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
જવાબ: હાઇડ્રોજન

એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: નાઇટ્રોજન

નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: નાઇટ્રિક ઍસિડ

કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
જવાબ: નાઈટ્રોજન

કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
જવાબ: નાઈટ્રોજન

@gujaratiGKmaster