Get Mystery Box with random crypto!

બાયોલોજી 1 લાળગ્રંથિમાંથી સ્ત્રાવ થતી લાળ શું કરે છે લાલ | Government Job alerts

બાયોલોજી

1 લાળગ્રંથિમાંથી સ્ત્રાવ થતી લાળ શું કરે છે
લાલ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે

2 જીભ ના કાર્યો કયા કયા છે
વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ મેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ

3 જીભ સ્વાદની પરખ કઈ રીતે કરે છે
જીભમાં રસાંકુરો આવેલા હોવાથી સ્વાદની પરખ થઈ શકે છે

4 જઠર વિશે ટૂંકમાં જણાવો
જઠર એક જાડી દીવાલ વાળી કોથળી છે તેનો આકાર પોહળા u જેવો છે તે પાચનમાર્ગ નો સૌથી પહોળો ભાગ છે તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે
@gujaratiGKmaster

5 જઠરની દિવાલ શેનો નો સ્ત્રાવ કરે છે
જઠરની અંદર ની દીવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે

6 જઠરમાંથી સ્ત્રાવ કરતા ઘટકો કઈ રીતે ઉપયોગી છે
શ્લેષ્મ જઠરની અંદર ની દીવાલ ને રક્ષણ આપે છે એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે પાચકરસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકો માં રૂપાંતર કરે છે

7 નાના આંતરડાની અંદાજિત લંબાઈ કેટલી હોય છે
લગભગ 7.5 મીટર

8 આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે અને તે કયાં આવેલી છે
શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે તે બદામી રંગની હોય છે જે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે

9 યકૃત શેનો સ્ત્રાવ કરે છે
પિત્તરસ

10 પિત્તરસ નું કાર્ય શું છે
પિત્તરસ ચરબીના પાચન મા મહત્વનો ભાગ ભજવે છે


Join:- @gujaratiGKmaster