Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય વેંકયા નાયડુએ એ.પી.એગટેક શિખર સંમેલન-૨૦૧૭ નું ઉદ્ઘા | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

વેંકયા નાયડુએ એ.પી.એગટેક શિખર સંમેલન-૨૦૧૭ નું ઉદ્ઘાટન કર્યું.

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુએ તટીય શહેર વિશાખાપટ્ટનમમાં ત્રણ દિવસીય એપી.એગટેક સંમેલન ૨૦૧૭ નું ઉદ્ઘાટન કરેલ છે.

આ શિખર સંમેલન આંધ્રપ્રદેશ સરકાર દ્વારા બીલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન, ભારતીય ઉદ્યોગ પરિસંઘ અને ડાહલબર્ગ સલાહકારો સાથે મળીને આયોજીત કરવામાં આવેલ છે.

ત્રણ દિવસ ચાલનાર આ શિખર સંમેલનમાં રાજ્યમાં કૃષિ પરિવર્તનને લાવવા માટે નવીન વિચારો અને સર્વોતમ ટેકનીક પર ચર્ચા થશે.

હાલના ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંક્યા નાયડુનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો ક્રમાંક ૧૩ મો છે.

આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે ઈ.એસ.એલ. નરસિંહ સેવા આપી રહ્યા છે.

નાગાલેંડ વીજળીના બીલો ભરવા માટે પી.ઓ.એસ. લોન્ચ કરનાર ઉત્તર-પૂર્વનું પ્રથમ રાજ્ય બનેલ છે.

નાગાલેંડ વીજળી બીલ ભરવા માટે પ્વાઈટ ઓફ સેલ (પી.ઓ.એસ.) સુવિધાને લોન્ચ કરનાર પૂર્વ ભારતનું પ્રથમ રાજ્ય બનેલ છે.

હવેથી અહી ચુકવણીની પ્રક્રિયા કૈશલેસ બનેલ છે.

કોહિમામાં પી. ઓ. એસ.ની સુવિધા શરુ કરવામાં આવેલ છે.

હવેથી ગ્રાહકો માટે વીજળીનું બીલ ભરવું સરળ થઇ જશે,કારણ કે રોકડ લેવડ –દેવડ ત્યાં કરવાની હોતી નથી.

નાગાલેન્ડના મુખ્યમંત્રી ટી.આર.જેલીયાંગ છે, તથા રાજ્યપાલ પી.બી. આચાર્ય છે.

આંતરરાષ્ટ્રીય

સમગ્ર વિશ્વમાં ટી.બી.રોગની સમાપ્તિ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ મીનીસ્ટ્રીયલ કોન્ફરન્સ રશિયામાં આયોજિત થઇ.

ટી.બી. રોગની સમાપ્તિ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગ્લોબલ મીનીસ્ટ્રીયલ કોન્ફરન્સ રશિયામાં આયોજિત કરાઈ હતી.

આ સંમેલનનો વિષય હતો,નિરંતર વિકાસ કાળમાં ટીબી સમાપ્ત:એક બહુ આયામી પ્રતિક્રિયા.

આ સંમેલન રશિયાના મોસ્કોમાં આયોજીત કરવામાં આવેલ.

હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક તરીકે અદાનામ ગિબેરેસસ સેવા આપી રહ્યા છે.

આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થાનું વડુમથક સ્વીત્ઝરલૅન્ડના જીનીવામાં આવેલ છે.

રમત-જગત

ભારતીય ખેલાડી શગુન ચૌધરીએ રાષ્ટ્રીય મહિલા ટ્રેપ ખિતાબ જીત્યો.

ભારતીય મહિલા ખેલાડી શગુન ચૌધરીએ ૬૧ મી નેશનલ શુટિંગ ચેમ્પિયનશીપની મહિલા ટ્રેપ પ્રતિયોગીતામાં સુવર્ણપદક જીતવામાં સફળ રહ્યા છે.

ઓલિમ્પિક માટે ક્વાલીફાઈ કરનાર પ્રથમ ભારતીય મહિલા ટ્રેપ શુટર શગુને આ પદક ટ્રેપ સ્પર્ધામાં જીતેલ છે.

ફાઈનલમાં તેણીએ પંજાબની રાજેશ્વરી કુમારીને ૪૧-૩૮ થી હરાવેલ છે.

અન્ય

આર્જેન્ટીનામાં આયોજિત કરાયું બાળશ્રમના નિરંતર ઉન્મૂલન માટે ચોથું વૈશ્વિક સંમેલન.

વર્ષ ૧૯૯૭ થી વિશ્વના દેશોએ નીતિઓ અને સારા અભ્યાસો પર જ્ઞાનની બાબતોનું આદાન-પ્રદાન કરેલ.

ઓસ્લો-૧૯૯૭, હેગ-૨૦૧૦,બ્રાઝીલિયા -૨૦૧૩ માં આયોજિત વૈશ્વિક સંમેલનની એક શ્રુંખલામાં બાળશ્રમના ઉન્મુલન માટે પ્રતિબદ્ધ હતા.

આ ચોથું સંમેલન આર્જેન્ટીના સરકાર દ્વારા બ્યુંનસ આયર્સમાં આયોજિત કરવામાં આવ્યું હતું.