Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય આનંદ રાજેશ્વર બાયવારે સેબીના કાર્યકારી નિર્દેશકના ર | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

આનંદ રાજેશ્વર બાયવારે સેબીના કાર્યકારી નિર્દેશકના રૂપમાં પદભાર સંભાળ્યો.

બજાર નિયામક સેબીના અનુસાર આનંદ રાજેશ્વર બાયવારે કાર્યકારી નિર્દેશકના રૂપમાં કાર્યભાર સંભાળેલ છે.

તેઓ વર્ષ ૧૯૯૦ ની બેંચના ભારતીય આઈ એ એસ અધિકારી છે.

શ્રી રાજેશ્વર બાયવારે ૧૬ નવેમ્બર ૨૦૧૭ ના રોજ આ પદભાર સંભાળેલ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયરંજન દાસમુંશીનું અવસાન થયું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયરંજન દાસમુંશીનું ૭૨ વર્ષની વયે અવસાન થયેલ છે.

પ્રિયરંજન દાસમુંશી છેલ્લે વર્ષ ૨૦૦૪ માં રાયગંજ ક્ષેત્રથી લોકસભાના સાંસદ હતા.

આંતરરાષ્ટ્રીય

૪૨ માં આંતરરાષ્ટ્રીય સૈન્ય ચિકિત્સા સંમેલનનો પ્રારંભ થયો.

નવી દિલ્હીમાં ૪૨ માં આંતરરાષ્ટ્રીય સૈન્ય ચિકિત્સા સંમેલનનો પ્રારંભ થયો છે.

આ સંમેલન ભારતના રક્ષા મંત્રલાય દ્વારા આયોજિત કરવામાં આવેલ.

૪૨ માં આ સંમેલનનો વિષય છે, મિલેટ્રી મેડીસીન ઇન ટ્રાન્જીશન- લૂકિંગ અહેડ.

ઇન્ટરનેશનલ કમિટી ઓફ મિલીટરી મેડીસન (આઈ.સી.સી.એમ.) પર આ ૪૨ મુ સંમેલન આયોજિત કરાયું.

પ્રતિ વ્યક્તિ આવક સાથે કતાર દેશ વિશ્વમાં સૌથી અમીર દેશ.

આઈ.એમ.એફ.ના રીપોર્ટ અનુસાર કતાર દેશ પ્રતિ વ્યક્તિની આવકના હિસાબે આ દેશ વિશ્વમાં પ્રથમ સ્થાન પર રહેલ છે.

કતાર દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી ૮૧ લાખ રૂપિયાથી વધારે છે.

પ્રતિ વ્યક્તિ જીડીપી ૩૮ લાખ રૂપિયા સાથે અમેરિકા ૧૨ માં સ્થાન પર છે.

ભારત પ્રતિ વ્યક્તિ જીડીપી ૪ લાખ રૂપિયા સાથે મુખ્ય ૧૦૦ દેશોમાં સામેલ પણ નથી.

આ ક્રમાંકમાં લક્ઝમબર્ગ દેશ બીજા સ્થાને આવે છે, અહી પ્રતિ વ્યક્તિ જીડીપી ૭૦ લાખ રૂપિયા છે.

રમત-જગત

ભારતીય પહેલવાન સંદીપ યાદવ પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો.

ભારતીય પહેલવાન સંદીપ તુલસી યાદવ પર રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

તેઓ વર્ષ ૨૦૧૬ ના ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે.

નાડા સંસ્થા વાડા અંતર્ગત કામ કરનારી સંસ્થા છે.

અન્ય

ગુવાહાટીમાં મહિલા યુવા વિશ્વ મુક્કેબાજીનો પ્રારંભ થયો.

અસમના ગુવાહાટીમાં મહિલા યુવા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે.

અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ સમારોહનું ઉદ્ઘાટન કરેલ છે.

આ સ્પર્ધાની ફાઈનલ ૨૬ નવેમ્બર ૨૦૧૭ ના રોજ યોજાશે.