Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય કેન્દ્રીય મંત્રીમંડળે પંદરમાં નાણા આયોગની સ્થાપનાને | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રીમંડળે પંદરમાં નાણા આયોગની સ્થાપનાને મંજુરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે ૧૫ માં નાણા આયોગને સ્થાપવાની મંજુરી આપી દીધેલ છે.

આ નાણા આયોગ દેશના કર માળખાના સંસાધનનોનું મૂલ્યાંકન કરશે.

આ ઉપરાંત રાજ્યો વચ્ચે હસ્તાંતરણ માટે એક ફોર્મ્યુલા અને રૂપરેખા પણ આપશે.

આ રૂપરેખાને ૧ એપ્રિલ, ૨૦૨૦ સુધીમાં લાગુ કરવામાં આવશે.

સંવિધાનના અનુચ્છેદ ૨૮૦ અનુસાર આયોગને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરા અને શુદ્ધ આવક વિતરણ પર રૂપરેખા ઘડવાની જરૂરિયાત છે.

સુખોઈ વિમાનથી બ્રમ્હોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

બ્રમ્હોસ વિશ્વના સૌથી તેજ સુપર સેનિક ક્રુજ મિસાઈલમાનું એક ગણાય છે.

ભારતીય વાયુસેનાના ફ્રન્ટલાઈન લડાકુ વિમાન સુખોઈ-૩૦ એમ.કે.આઈ.થી બંગાળની ખાડીમાં સમુદ્રમાં લક્ષ્યની વિરુદ્ધ પ્રથમવાર સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે.

આ સુખોઈની સફળતાથી ભારતીય વાયુસેનાની ક્ષમતા વધશે.

આંતરરાષ્ટ્રીય

ભારત વિશ્વનો બીજા નંબરનો માછલી ઉત્પાદક દેશ.
તમામ પ્રકારના મત્સ્ય પાલન (કૈપ્ચર અને કલ્ચર) ના ઉત્પાદનોને મેળવીને ૨૦૧૬-૧૭ માં દેશમાં કુલ માછલીનું ઉત્પાદન ૧૧.૪૧ મીલીયન ટન થવા પામેલ.

દેશમાં દોઢ કરોડ લોકો પોતાની આજીવિકા માટે માછીમારી ક્ષેત્રમાં કાર્યરત છે.

કેન્દ્રીય કૃષિમંત્રી રાધા મોહન સિંહે વિશ્વ માત્સ્યીકી દિવસ પર હાજરી આપેલ.

ચીન વિશ્વનો સૌર્હી મોટા માછલી ઉત્પાદન કરનાર દેશ છે.

મત્સ્ય ક્ષેત્રમાં થયેલ ક્રાંતિ સમુદ્ર સાથે સંકળાયેલ હોય તેથી તેને નીલક્રાંતિ અંતર્ગત આવરી લેવામાં આવે છે.

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેએ રાજીનામું આપ્યું.

ઝિમ્બાબ્વેની સતા પર ૩૭ વર્ષથી કાબિજ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે એ આખરે બંધારણની કલમ ૯૬ અનુસાર ઔપચારિક મુદ્દા પર તાત્કાલિક પ્રભાવથી પોતાનું રાજીનામું આપેલ છે.

સૈન્યના તખ્તા પલટ બાદ પહેલા તેણે રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હતો.

૧૯૮૦માં ઝિમ્બાબ્વેની સ્વતંત્રતા બાદ ત્યાં સતા પર રહેનાર મુગાબેને પદ પરથી હટાવવા માટે સંસદોએ મહાભિયોગ ચલાવવા માટે બેઠક પણ યોજી હતી.

રમત-જગત

પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન જાના નોવોત્નાનું અવસાન.

૧૯૯૮ માં ચેક ટેનીસ ખેલાડી તથા ડબલ અને મિક્સ ડબલ્સમાં ૧૬ વાર ગ્રેંડ સ્લેમ વિજેતા જાના નોવોત્નાનું હાલમાં અવસાન થયેલ છે.

તેણી કેન્સરની બીમારીથી પીડાતા હતા, માત્ર ૪૯ વર્ષની વયે તેનું અવસાન થયેલ છે.

અન્ય

નાગાલેંડ,અંદમાન નિકોબાર અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ તમામે ઉદય યોજના અંતર્ગત સરકાર સાથે સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

UDAY (ઉદય)નું પુરુનામ થાય છે, ઉજ્જવળ ડિસ્કોમ ઇન્શ્યોરન્સ યોજના.

ઉદય યોજનામાં સામેલ થનાર પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ બનેલ.

હાલ ઉદય યોજનામાં ૨૭ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે.