Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય બ્રિકસ દેશોના ૨૦ મુખ્ય વિશ્વવિદ્યાલયોમાં ચાર ભારતીય | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

બ્રિકસ દેશોના ૨૦ મુખ્ય વિશ્વવિદ્યાલયોમાં ચાર ભારતીય સામેલ.

બ્રિકસ દેશોમાં ભારત,ચીન, રશિયા, બ્રાઝીલ, અને દક્ષિણ આફ્રિકા નો સમાવેશ થાય છે.

આ દેશોના મુખ્ય ૨૦ વિદ્યાલયોમાં ચાર ભારતીય સંસ્થાઓ પણ સામેલ છે.

ક્યુએસ (ક્વાક્યુંરેલી સાયમંડ્સ) દ્વારા ૩૦૦ થી વધારે વિવિધ રેન્કિંગ સૂચી જાહેર કરેલ છે.

ભારતીય પ્રધ્યોગિકી સંસ્થાન આઈ.આઈ.ટી. બોમ્બેને આ રેન્કમાં નવમું સ્થાન મળેલ છે.

આઈ.આઈ.એસ.સી. બેંગલુરુને આ રેંકમાં દસમું સ્થાન હાંસલ થયેલ છે.

ટોપ ટેનમાં આઠ સંસ્થાઓ ચીન દેશની છે, જયારે ત્યારબાદ ભારતનું સ્થાન છે.

કેન્દ્રીય મંત્રી મંડળે આતંકવાદ સામે લડવા માટેના સહયોગ માટે ભારત અને રશિયા વચ્ચે સમજુતી કરાર થયા.

કેન્દ્રીય મંત્રી મંડળે હાલમાં આતંકવાદના તમામ પ્રારુપો અને સંગઠિત અપરાધથી લડવા માટે ભારત અને રશિયા વચ્ચે સમજુતી કરાર થયા છે.

આગામી ૨૭ થી ૨૯ નવેમ્બર વચ્ચે ભારતીય પ્રતિનિધિ મંડળ રશિયાના પ્રવાસે જશે, ત્યારે ત્યાં કરાર થશે.

ભારતીય નેવીમાં પ્રથમવાર મહિલા પાયલટ સામેલ કરાયા.
ભારતીય નૌસેનામાં પ્રથમવાર મહિલાઓને સ્થાયી કમીશન દ્વારા પાયલટના સ્તર પર સામેલ કરવામાં આવ્યા છે.

કેરલ સ્થિત ઇન્ડિયન નેવલ એકડેમીની પાસીંગ આઉટ પરેડમાં સામેલ શુભાંગી સ્વરૂપને નેવીના પહેલા મહિલા પાયલટનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે.

આ ઉપરાંત આસ્થા સહગલ,રૂપા એ. તથા શક્તિમાયા એસ.ને આર્માંમેંટ ઇન્પેક્ષન બ્રાંચમાં સામેલ કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમસિંઘ ભારતની યાત્રા પર.

શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમસિંહ દ્વિપક્ષીય સંબધોને મજબુત બનાવવા માટે ભારતના ચાર દિવસની યાત્રા પર છે.

આ સમયમાં તેઓ દેશના પ્રધાનમંત્રી સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરશે.

આ પહેલા વિક્રમસિંઘે સાઈબર સ્પેસ પર પાંચમાં વૈશ્વિક સંમેલનના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.

શ્રીલંકાના રષ્ટ્રપતિ મૈથીપાલ સિરીસેના ફરજ બજાવી રહ્યા છે.

રમત-જગત

ગીગર દીમોત્રોવે બ્રિટનના લંડનમાં એટીપી ફાઈનલનો ખિતાબ જીત્યો.

ગીગર દીમિત્રોવે ડેવિડ ગોફીનને હરાવીને એટીપી ફાઈનલનો ખિતાબ જીત્યો છે.

દીમિત્રોવે ગત ઓગસ્ટમાં સીનસીનાટીના પોતાનો પ્રથમ માસ્ટર્સ ખિતાબ જીતેલ.

અન્ય

ભારત અને રશિયાએ ફ્લાઈટ કૃ ના વિઝામુક્ત પ્રવેશ માટે સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને રશિયા બંને દેશો વચ્ચે ચાર્ટડ અને અનુસુચિત ઉડાનોના ચાલાક દળના વિઝા મુક્ત પ્રવેશ માટે સામાન્ય નિયમો લાગુ કરવા પર સહમત થયેલ છે.

આ સમજુતી નિર્ધારિત એયર લાઈન ના વિમાન ચાલાક દળો સાથે પરસ્પર આધાર પર સંબીધિત ક્ષેત્રમાં વિશેષ ઉડાનોના સંચાલન માટે અન્ય વિમાની કંપનીઓના વિઝા મુક્ત પ્રવેશ ,અને રોકાવા અને નિકાસમાં મદદ કરશે.

રશિયાની રાજધાની મોસ્કો છે, અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે.

ભૌગોલિક પ્રદેશો મધ્ય ગુજરાત