Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય સરકાર ૧૧૫ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

સરકાર ૧૧૫ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્ર સ્થાપિત કરશે.

કેન્દ્રએ ગ્રામીણ મહિલાઓ સુધી પહોંચવા અને કૌશલ વિકાસ રોજગાર,ડીઝીટલ સાક્ષરતા,સ્વાસ્થ્ય અને પોષણને સુગમ બનાવવા માટે નવી યોજનાના માધ્યમથી દેશના ૧૧૫ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્રને સ્થાપવાની મંજુરી આપી દેવામાં આવી છે.

સરકારે દેશમાં ૧૬૧ જિલ્લાઓમાંથી ૬૪૦ જીલ્લાઓ સુધી બેટી બચાવો,બેટી પઢાવો યોજનાનો વિસ્તાર કરેલ છે.

આ યોજના સાથે સરકારે યૌન શોષણ અને હિંસા પીડિત લોકો માટે ૧૫૦ થી વધારે વન સ્ટોપ સેન્ટર અને સાથે અન્ય સાત કાર્યક્રમોને સ્વીકૃતિ પ્રદાન કરેલ છે.

આ યોજનાઓ રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ મિશનનો હિસ્સો છે.

એચ. આર. ડી. મંત્રાલયે સંવિધાન દિવસ પર ડીઝીટલ હસ્તાક્ષર અભિયાન લોન્ચ કર્યું.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સંવિધાન દિવસ પર ભારતીય સંવિધાનમાં આસ્થાની પુષ્ટી કરવા માટે તથા જાગૃતિ પેદા કરવા માટે આ અભિયાન લોન્ચ કરેલ છે.

એક ટ્વીટમાં લિંક આપતા શ્રી જાવડેકરે કહ્યું કે લોકો ઓનલાઈન ફોર્મ ભરીને આ અભિયાનમાં સામેલ થઇ શકે છે.

૨૬ નવેમ્બરને ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સંસદના શિયાળુ સત્ર ૧૫ ડિસેમ્બર થી ૫ જાન્યુઆરી સુધી મળશે.

સંસદનું શિયાળુ સત્ર આવતા મહીને ૧૫ થી ૫ જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવશે.

સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતા વાળી સંસદીય કાર્ય મંત્રાલયની કેબીનેટ કમિટીની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયાએ આ વર્ષે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ફિલ્મ એન્ડ ટેલીવિઝન અને ઓડિયો-વિજ્યુઅલ કોમ્યુનીકેશન યુનેસ્કો ગાંધી મેડલ માટે નવ ફિલ્મ નામાંકિત કરી.

આ નામાંકિત કરેલ નવ ફિલ્મોમાંથી પાંચ ભારતીય ફિલ્મ છે.

પુરસ્કાર માટે નામાંકિત ભારતીય ફિલ્મોમાં ક્ષિતિજ એ હોરીજન(મરાઠી ), મનુસંગડા (તમિલ), પુરના (હિન્દી), રેલ્વે ચિલ્ડ્રન (કન્નડ) અને ટેક ઓફ (મલયાલમ) નો સમાવેશ થાય છે.

વિદેશી ફિલ્મોમાં અમોક (પોલેન્ડ) ખિબુલા (જર્મની-ફ્રાંસ) જાર્જિયા સહ નિર્માણ, ધ લાસ્ટ પેન્ટિંગ (તાઈવાન) અને અન્ય ફિલ્મોનો સમાવેશ થાય છે.

પદ્માવતી ફિલ્મને બ્રિટીશ સેન્સર બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી.

સંજય લીલા ભણશાળી દ્વારા નિર્દેશિત બહુચર્ચિત ફિલ્મને ભારતમાં બતાવવા પર પરવાનગી નથી મળી, તેને બ્રિટનમાં બતાવવા પર પરમીશન મળી ગયેલ છે.

બ્રિટીશ સેન્સર બોર્ડે કોઇપણ પ્રકારના કાપકૂટ વગર આ ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજુરી આપી દીધેલ છે.

જોકે આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ મંજુરી આપશે ત્યારબાદ જ ત્યાં પ્રદર્શિત કરાશે.

અન્ય

ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ ૭૦૦૦ કરોડ રૂપિયા ચેરીટીમાં વાપરશે.

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ ૭૦૦૦ કરોડ રૂપિયા ચેરીટીમાં વાપરશે.

તેમના કહેવા અનુસાર ભારતી પરિવાર પોતાની કુલ સંપતિના ૧૦ ટકા એટલે કે ૭૦૦૦ કરોડ રૂપિયા ચેરીટીમાં ખર્ચશે.

આ પૈસાથી તેઓ ગરીબ અને યુવાઓ માટે સત્ય ભારતી યુનીવર્સીટી સ્થાપિત કરશે.

કેન્દ્ર સરકારે આઠ મહાનગરોમાં મહિલાઓ માટે સુરક્ષિત શહેર યોજના શરુ કરી.

કેન્દ્ર સરકારે દેશના આઠ મહાનગરોમાં મહિલાઓ માટે સુરક્ષિત શહેર યોજના તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરી દીધેલ છે.

કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતામાં ૨૨ નવેમ્બર ૨૦૧૭ ના રોજ સંચાલન સમિતિની બેઠકમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ અને નાગરિક પ્રસાશનના ઉપાયોની પ્રગતિ અને તેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે.

આ યોજના દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગલુરુ, અમદાવાદ, લખનૌ અને હૈદરાબાદમાં લાગુ કરવામાં આવશે.