Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ રક્ષા અભ્યાસ (ડી.એ.એન | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ રક્ષા અભ્યાસ (ડી.એ.એન.એક્સ.-૨૦૧૭) સંપન્ન.

અંદામાન અને નિકોબારની આગેવાનીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ રક્ષા અભ્યાસનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું.

પાંચ દિવસીય આ અભ્યાસ ૨૦ થી ૨૪ નવેમ્બર ૨૦૧૭ સુધી ચાલેલ.

આ અભ્યાસનો મુખ્ય ઉદેશ્ય તમામ પ્રકારના દળોની પ્રક્રિયાઓ અને દ્રીલોની પ્રેક્ટીસ કરવી તથા સુદ્રઢીકરણ કરવાનો રહેલ.

આ અભ્યાસની વિશેષતાઓમાં ફાઈટર ઓપરેશન,સમુદ્રોમાં નાઈટ,પેરા જંપ, હેલીકોપ્ટરથી સરકતા નીચે આવવા તથા જહાજો દ્વારા દળોની પાણી અને જમીન પર લીડીંગ અભ્યાસ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય

ડબલ્યુ.એચ.ઓ. એ મહિલા હિંસા વિરુદ્ધ નવી નિયમાવલી જાહેર કરી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યું.એચ.ઓ.એ ૨૫ નવેમ્બર ૨૦૧૭ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા ઉન્મૂલન દિવસના રૂપમાં ઉજવેલ.

આ અવસર પર સ્વાસ્થ્ય પ્રબંધકો અને નીતિ નિર્માતાઓ માટે નવી નિયમાવલી જાહેર કરાઈ છે.

આ નિયમાવલીથી મહિલાઓના વિરુદ્ધ હિંસામાં તેમના યૌન સહભાગીઓ અને બિન યૌન સહભાગી દ્વારા કરવામાં આવેલ શારીરિક,યૌન અને મનોવૈજ્ઞાનિક હિંસા સામેલ છે.

આ નિયમાવલીનો ઉદેશ્ય મહિલાઓને ઉચ્ચ ગુણવત્તા વાળી સન્માનપૂર્ણ દેખરેખ ઉપલબ્ધ બનાવવાનો છે.

ડબલ્યુ.એચ.ઓ. ના સર્વે અનુસાર વિશ્વભરમાં પ્રયેક ત્રણમાંથી એક મહિલા શારીરિક અથવા યૌન હિંસાનો સામનો કરે છે.

ડાઉન ટુ અર્થ પત્રિકાએ ઓઝોન પુરસ્કાર જીત્યો.

મોન્ટ્રીયલ પ્રોટોકોલની ૩૦ મી વર્ષગાંઠના અવસર પર પત્રિકા ડાઉન ટુ અર્થ દ્વારા ઓઝોન પુરસ્કાર જીતવામાં આવેલ છે.

આ સમારોહ કેનેડાના મોન્ટ્રીયલ સ્થિત આંતરરાષ્ટ્રીય નાગરિક ઉદ્દયન સંગઠનના મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવેલ.

પત્રિકા ડાઉન ટુ અર્થને આ પુરસ્કાર ઓઝોનના પડને લઈને સર્વશ્રેષ્ઠ મીડિયા કવરેઝ હેતુ પ્રદાન કરવામાં આવેલ.

પત્રિકા ડાઉન ટુ અર્થે ૨૫ વર્ષ સુધી ઓઝોન પડ મામલે મીડિયા કવરેઝ કરેલ.

ઓઝોન પુરસ્કાર ઓઝોન સચિવાલય દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

રમત-જગત

લીયોનેલ મેસ્સીએ ચોથો યુરોપીય ગોલ્ડન શું પુરસ્કાર જીત્યો.

સ્પેનના બાર્સિલોનાના એક પુરસ્કાર સમારોહમાં દિગ્ગજ ફૂટબોલર લીયોનેલ મૈસીને ચોથીવાર યુરોપીય ગોલ્ડન શું એવોર્ડથી નવાજવામાં આવેલ છે.

મૈસીને આ એવોર્ડ વર્ષ ૨૦૧૬-૧૭ માં લા લીગા માં સર્વાધિક ૩૭ ગોલ કરવા માટે દેવામાં આવેલ છે.

લીયોનલ મેસ્સી આર્જેન્ટીનાના એક પ્રખ્યાત ફૂટબોલર છે.

અન્ય

અન્ડર-૨૩ સીનીયર વિશ્વ કુશ્તી પ્રતિયોગીતામાં રીતુ ફોગાટે રજત પદક જીત્યો.

પોલેન્ડમાં ચાલી રહેલા અન્ડર-૨૩ સીનીયર વિશ્વ કુશ્તી પ્રતિયોગિતામાં ભારતીય મહિલા પહેલવાન રીતુ ફોગાટે ૪૮ કિલોગ્રામ ભાર વર્ગમાં ભારત માટે રજત પદક જીતેલ છે.

૨૩ વર્ષીય રીતુ ફોગાટ તુર્કીશની પહેલવાન ડેમીરહનથી હારી ગયેલા છે.અને તને રજત પદકથી સંતોષ માનવો પડેલ છે.

સેમી ફાઈનલમાં રીતુ ચીની પહેલવાન જિયાંગ ઝૂને ૪-૩ થી હરાવીને ફાઈનલમાં પહોંચ્યા હતા.