Get Mystery Box with random crypto!

રાષ્ટ્રીય દેશના આઠ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતિનો દરજ્જો આપવા | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

દેશના આઠ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતિનો દરજ્જો આપવા માટે ત્રણ સદસ્યોની સમિતિની રચના કરવામાં આવી.

રાષ્ટ્રીય લઘુમતિ આયોગ દ્વારા દેશના અલગ-અલગ વિસ્તારોમાં હિંદુઓની સ્થિતિનો ખ્યાલ મેળવવા તથા તેને લઘુમતિનો દરજ્જો આપવો કે નહિ તે માટેનું અધ્યયન કરવા માટે ત્રણ સદસ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે.

આ અધ્યયન ભારતના આઠ રાજ્યોમાં કરવામાં આવશે, જેમાં જમ્મુ કાશ્મીર અને પંજાબનો સમાવેશ થાય છે.

હાલ રાષ્ટ્રીય લઘુમતિ આયોગના અધ્યક્ષ તરીકે સૈયદ ઘયોરુલ સેવા આપી રહ્યા છે.

ભારતના ગૃહમંત્રાલય દ્વારા વર્ષ ૧૯૭૮ ની પરિકલ્પના અંતર્ગત દેશમાં લઘુમતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે.

એન.જી.ટી.એ કુલ્લુ મનાલીની હોટલોની તપાસ માટે સમિતિની રચાના કરવામાં આવી.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલી શહેરોમાં ૧૭૦૦ થી વધારે હોટલ અને લોજ છે, તથા રહેવાની વ્યવસ્થા વાળા સ્થળોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે
.
આ સમિતિમાં હિમાચલ રાજ્ય પર્યટન વિભાગ તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સિવાય શિમલાના ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલીયન સ્ટડીઝના વૈજ્ઞાનિક કુલ્લુ મનાલીના એસ.ડી.એમ. અને આબકારી અધિકારી સામેલ છે.

આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાનન દિવસ મનાવવામાં આવ્યો.

૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ આંતરરાષ્ટ્રીય વિમાનન દિવસ મનાવવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન વિમાનન સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય માનાંકોના વિકાસ માટે જવાબદાર સયુંકત રાષ્ટ્રસંઘનો એક ભાગ છે.

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ પ્રતિવર્ષ ૭ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે.

વર્ષ ૧૯૪૪ માં શિકાગોમાં આ દિવસે નાગરિક ઉડ્ડયન સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનનું સુરક્ષા, દક્ષતા અને નિયમિતતાને વધારવા માટે આ દિવસની ખાસ ભૂમિકા છે.

યુનેસ્કોએ કુંભ મેળાને ભારતની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપ્યો.

ભારતના પ્રસિદ્ધ ધાર્મિક ઉત્સવોમાં સામેલ કુંભ મેળો ભારતની પ્રાચીન સંસ્કૃતિનું પ્રતિક છે.

આ મહત્વને સમજીને સયુંકત રાષ્ટ્ર શૈક્ષણિક,વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) એ ૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ કુંભ મેળાને ભારત માટે માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરના રૂપમાં માન્યતા પ્રદાન કરેલ છે.

રમત-જગત

ભારતે પ્રથમવાર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય બેડમિન્ટન ટીમ ચેમ્પિયનશીપ જીતી.

૫ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ ભારતે નેપાળને ૩-૦ થી હરાવી પ્રથમ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય બેડમિન્ટન પ્રતિયોગીતા જીતી લીધેલ છે.

ભારતે એકપણ મેચ ગુમાવ્યા વગર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધેલ.

આ મેચમાં આર્યમાન ટંડને નેપાળના દીપેશ ધામીને 21-૯,21-૧૫ થી હરાવેલ.

અન્ય

ઓસ્ટ્રેલીયાની સંસદમાં સમલૈંગિક વિવાહ વિધેયક પારિત કરવામાં આવ્યું.

ઓસ્ટ્રેલીયાની સંસદમાં સમલૈંગિક વિવાહને માન્યતા પ્રદાન કરવા માટે ૭ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ સમલૈંગિક વિવાહ વિધેયકને બહુમતથી મંજુરી પ્રદાન કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલીયામાં લાંબા સમયથી વિવાદિત તથા માંગમાં રહેલ આ વિધેયક પારિત કરવામાં આવેલ છે.

આનાથી દેશમાં મૌજુદ સમલૈંગિક જોડીઓને સમાન અધિકાર મળી ગયો છે.

આ વિધેયકને પૂરી સભાએ સમર્થન આપેલ છે.