🔥 Burn Fat Fast. Discover How! 💪

રાષ્ટ્રીય દેશના ઉપરાષ્ટ્રપતિશ્રીએ એમ.એસ.સ્વામીનાથનને યરીરીંગ | ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

રાષ્ટ્રીય

દેશના ઉપરાષ્ટ્રપતિશ્રીએ એમ.એસ.સ્વામીનાથનને યરીરીંગ પુરસ્કારથી સન્માનિત કર્યા.

દેશમાં હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ.સ્વામીનાથનને દેશના ઉપરાષ્ટ્રપતિએ સન્માનિત કર્યા છે.

પ્રો. સ્વામીનાથન એક પરિવર્તનશીલ વ્યક્તિ ગણાય તેણે ઘણા વૈજ્ઞાનિક સુધારાઓ કરીને ખેતીને સમૃદ્ધ બનાવી છે.

તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારી લાલ પુરોહિત આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

એમ.એસ.સ્વામીનાથને સાબિત કરી આપ્યું કે શોધ કરી રીતે ખેતર સુધી પહોંચાડી શકાય.

આ સન્માન તેઓને ચેન્નાઈમાં આપવામાં આવેલ.

આંતરરાષ્ટ્રીય

માઉન્ટ હોપ બન્યું બ્રિટનનું નવું સર્વોચ્ચ શિખર.

નવા ઉપગ્રહોના આંકડા અનુસાર બ્રિટનમાં એક નવું ઉચ્ચતમ પર્વત છે, જેનું શિખર પહેલાની તુલનામાં ૪૦૦ મીટર વધારે ઊંચું છે.

માઉન્ટ હોપને બ્રિટીશ એટલાન્ટિક ક્ષેત્રમાં હાલ ફરીથી માપવામાં આવેલ છે.

અને પહેલા કરતા ૩૭૭ મીટર લાંબુ દેખાયું છે.

તેની ઉંચાઈ સમુદ્રતળથી ૩,૨૩૯ મીટર ઉંચી છે, અર્થાત તેણે માઉન્ટ જૈક્સનને પાછળ રાખી દીધેલ છે.

રમત-જગત

ભારત ૨૦૨૧ ચેમ્પિયન ટ્રોફી, વર્ષ ૨૦૨૩ માં વિશ્વકપની મેજબાની કરશે.

ભારત બી.સી.સી.આઈ દ્વારા મેજબાન દેશની પુષ્ટિ કર્યા બાદ ૨૦૨૩ વિશ્વકપ,વૈશ્વિક ક્રિકેટ આયોજનના ૧૩ માં સંસ્કરણની મેજબાની કરશે.

ભારત ૨૦૨૧ માં આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની પણ મેજ્બાની કરશે.

આઈ.સી.સી. વિશ્વકપ ૨૦૧૯ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત કરવામાં આવશે.

આવું પ્રથમવાર થશે કે સંપૂર્ણ આયોજન દેશમાં જ થશે.

ભારતે ત્રણ વાર આંશિક રૂપથી મેજબાન બનેલ છે, જેમાં વર્ષ ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧ ના વર્ષનો સમાવેશ થાય છે.

એશિયાઈ ચેમ્પિયનશીપમાં જીતુરાય અને હીના સિદ્ધુએ પદક જીત્યા.

દિગ્ગજ પિસ્તોલ નિશાનેબાજ જીતુરાય અને હીના સિદ્ધુએ જાપાનના વાકોમાં ચાલી રહેલ ૧૦ મી એશિયાઈ ચેમ્પિયનશીપમાં ૧૦ મીટર એયર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે કાંસ્યપદક જીતેલ છે.

જીતુ રાયે પુરુષ સ્પર્ધામાં ૧૦ મીટર એયર પિસ્તોલમાં વ્યક્તિગત કાંસ્યપદક જીતેલ છે.

હીના સિદ્ધુએ મહિલાઓની એયર પિસ્તોલ સ્પર્ધામાં વ્યક્તિગત કાંસ્યપદક જીતેલ છે.

આ ઉપરાંત બંને ખેલાડીઓએ સારું પ્રદર્શન કરી ટીમને સુવર્ણપદક આપવેલ છે.

અન્ય

સાઉદી અરબે ૩૫ વર્ષ પછી ફિલ્મ થીયેટર પરનો પ્રતિબંધ હટાવ્યો.

સઉદી અરબમાં સરકાર દ્વારા ફિલ્મ થીયેટર પર પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરવામાં આવી છે.

૩૫ વર્ષથી વધારે સમય બાદ ત્યાં પ્રથમ સાર્વજનિક સિનેમા ઘર હશે.

સંસ્કૃતિ અને સૂચના મંત્રી આહાદ બિન સાલેહ અલવદે કહ્યું છે કે સીનેમાઘરનું ઉદ્ઘાટન આર્થિક અને વિવીધીકરણ માટે ઉત્પ્રેરકના રૂપમાં કાર્ય કરશે.