🔥 Burn Fat Fast. Discover How! 💪

વેજિટેરિયન ડાયટ પણ પર્યાવરણ માટે હાનિકારક છે નવી દિલ્‍હી તા. ૧ | ઇસ્લામ / اسلام

વેજિટેરિયન ડાયટ પણ પર્યાવરણ માટે હાનિકારક છે
નવી દિલ્‍હી તા. ૧૬ :.. અત્‍યાર સુધી એવું મનાતુ આવ્‍યું છે કે નોન-વેજ ફુડને કારણે પર્યાવરણને જોખમ ઊભું થાય છે, પણ યુનાઇટેડ નેશન્‍સની પેરિસ કલાઇમેટ ચેન્‍જ કોન્‍ફરન્‍સમાં રજૂ થયેલા એક અભ્‍યાસ મુજબ વેજીટેરિયન ડાયટ પણ પર્યાવરણ માટે જોખમી હોવાની રજૂઆત થઇ છે અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે મીટ ખાવા કરતાં લેટસ અથવા તો અન્‍ય કોઇ પણ લીલી ભાજી ખાવાથી ત્રણગણા ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે. રિસર્ચરોનું કહેવું છે કે વેજિટેરિયન ફુડ પ્રોડકટસ ઓછી કેલરીવાળા હોય છે અને શરીરને જરૂરી જેટલી કેલરી મેળવવા માટે વધુ ખાવું પડે છે. એટલી કેલરીનો ખોરાક ઉગાડવા માટે જે રિસોર્સિસ વપરાય છે એ પણ પર્યાવરણ પર અસર તો કરે જ છે. ખોરાક ઉગાડવો, પ્રોસેસિંગ કરવો, ટ્રાન્‍સપોર્ટ કરવો. હાઉસહોલ્‍ડ સ્‍ટોરેજ અને એમ અનેક પ્રક્રિયાઓમાં એનર્જી, પાણીનો વ્‍યય થાય છે અને ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે.http://www.akilanews.com/16122015/international-news/1450242257-10416