Get Mystery Box with random crypto!

...... કાયદો અને કુર્આન ..... પવિત્ર, પાક ઇશ્વરીય આદેશોનો આ ગ્ | ઇસ્લામ / اسلام

...... કાયદો અને કુર્આન .....
પવિત્ર, પાક ઇશ્વરીય આદેશોનો આ ગ્રંથ અલ્‍લાહ તઆલાએ લોકોને સીધી રીતે નથી આપ્‍યો, કે લ્‍યો વાંચો, સમજો અને સમજીને અમલ કરો, બલકે પ્રથમ એક માનવ સંસ્‍કારોથી સંપૂર્ણ, સદાચારી, સજ્જન અને નિર્મળ માણસને અલ્‍લાહના નબી તરીકે સ્‍થાપવામાં આવે છે, લોકો સમક્ષ એને અલ્‍લાહના નબી, પયગંબર અને અલ્‍લાહના આદેશો, કુર્આનના સાચા અર્થ અને આદેશોના અમલીકરણનો નમૂનો હોવાનું લોકોને મનાવવામાં આવે છે. પછી આ નબી-રસૂલ અલ્‍લાહના કે કુર્આનના આદેશો અલ્‍લાહના હુકમ અનુસાર લોકોને સંભળાવે છે, સમજાવે છે, અને નમૂનો પૂરો પાડે છે, આમ થવાથી લોકોને એ પણ સમજમાં આવે છે કે અલ્‍લાહના આદેશો પર અમલ કરવો માનવીઓ માટે શકય છે.
વર્તમાન સમયની બલિહારી આ છે કે કાનૂન બનાવનાર મંડળો, પાર્લામેન્‍ટો, ગૃહો, બેન્‍ચો, અને અન્‍ય બધા.... કાનૂન બનાવી પોતે તેનો અમલી નમૂનો રજૂ નથી કરી શકતા, માટે લોકોના મનમાં એ કાનૂનનું મહત્‍વ બેસતું નથી, તેઓ જુએ છે કે કાનૂન બનાવાના સ્‍વંય એના ઉપર અમલ નથી કરતો એનો મતલબ એ છે કે આ કાયદો કંઇ અમારા ભલા માટે નહી, બલકે કાયદો બનાવનારે એના સ્‍વાર્થ માટે જ બનાવ્‍યો છે.