Get Mystery Box with random crypto!

સૂફીવાદ શું છે ? »> મુળમાં તો સુફીવાદ એટલે સંસારની મોહજાળને બા | ઇસ્લામ / اسلام

સૂફીવાદ શું છે ?
»> મુળમાં તો સુફીવાદ એટલે સંસારની મોહજાળને બાજુ ઉપર મૂકીને ઇબાદત - પ્રાથનામાં વધારે ધ્યાન આપવું. ઇસ્લામમાં મુળ રીતે સંસાર ત્યાગનું કોઈ મહત્વ નથી. અલબત્ત આમ છતાં કોઈ માણસ સંસાર તજીને ફકત અલ્લાહની ઇબાદતમાં લાગી જાય તો એની મનાઈ પણ નથી. આવા લોકોને પહેલાં 'સૂફી' કહેવામાં આવતા હતા. આજકાલ 'સૂફીવાદ' નો મતલબ એ ઠસાવવામાં આવે છે કે બધા ધર્મો સરખા છે અને એમાં કોઈ તફાવત નથી, એ ખોટું છે. મુસલમાન મંદિરમાં જાય અને હિંદુ મસ્જિદમાં આવે, એ સરખું છે, એવું આજના સૂફીવાદમાં કહેવામાં આવે છે. જે વાસ્તવિક રીતે ખોટું છે. ઇસ્લામની તાલીમ પ્રમાણે હિંદુ અને મુસલમાન અલગ છે. અલબત્ત માનવી હોવામાં અને માનવીય સન્માન અને અધિકારોમાં ઇસ્લામની દષ્ટિએ બધા જ સરખા છે. જયારે દરેક ધર્મમાં આટલી લચક અને ફલેકસીબિલીટી છે તો પછી બધા ધર્મોને ભેગા કરીને ધાર્મિક સિદ્ઘાંતોનો કચ્ચરઘાણ વાળવાની શી જરૂરત છે ?