🔥 Burn Fat Fast. Discover How! 💪

કુર્આનમાં એક સ્‍‍થળે અલ્‍લાહ તઆલા તેના શ્રેષ્‍ઠ બંદાઓનું વર્ણન | ઇસ્લામ / اسلام

કુર્આનમાં એક સ્‍‍થળે અલ્‍લાહ તઆલા તેના શ્રેષ્‍ઠ બંદાઓનું વર્ણન આ શબ્‍દોમાં કરે છે,
અલ્‍લાહના બંદા ધરતી પર હળવેથી હરે ફરે છે,
અજ્ઞાનીઓ એમનાથી બાખડવાનો પ્રયત્‍ન કરે છે તો શાંતિની વાત કરે છે.
રાત્રે અલ્‍લાહ સમક્ષ ઉભા રહે છે કે સજદો કરે છે, (એટલે કે રાત્રિ ઈબાદત આરાધનામાં પસાર કરે છે.)
તેઓ અલ્‍લાહથી દુઆ કરતા રહે છે કે અમને જહન્‍નમ – નર્કના અઝાબ - શિક્ષાથી રક્ષણ આપો.
તેઓ ખર્ચમાં મધ્‍યમ રાહ અપનાવે છે,
અલ્‍લાહ સાથે અન્‍ય કોઇને માબૂદ – પૂજ્ય નથી ગણતા.
અલ્‍લાહે મનાઇ ફરમાવેલ કોઇ પણ માણસને કતલ નથી કરતા, હા કોઇ ગુનાની સઝામાં જુદી વાત છે.
તેઓ વ્‍યાભિચાર નથી કરતા.
જેઓ આવા ( કતલ – વ્‍યાભિચાર વગેરે ગુનાના) કાર્યો કરે છે , તેમને ગુનો (અને તેની શિક્ષા) લાગુ પડશે.
તેઓ જુઠી ગવાહી નથી આપતા.
ગેરઉપયોગી બાબતો સજ્જનતાથી ટાળી દે છે.
તેઓ પ્રાથના – દુઆ કરે છે કે હે અલ્‍લાહ ! અમને અમારી પત્નિઓ અને બાળકોમાં આંખોની ટાઢક આપો, અને સજ્જન માણસોમાં ઉચું સ્‍થાન અર્પો.
આવા લોકોને અલ્‍લાહ તરફથી સ્‍વર્ગનું સુંદર સ્‍થાન આપવામાં આવશે.
સૂરએ ફુરકાન – ૬૩