🔥 Burn Fat Fast. Discover How! 💪

પ્રસિદ્ઘ ઇતિહાસકાર ઇબ્ને ઇસ્હાક રહ. ઇમામ અબૂહનીફહ રહ.થી ખુશ ન | ઇસ્લામ / اسلام

પ્રસિદ્ઘ ઇતિહાસકાર ઇબ્ને ઇસ્હાક રહ. ઇમામ અબૂહનીફહ રહ.થી ખુશ ન હતા. એક દિવસ ઇબ્ને ઇસ્હાક અને ઇમામ સાહેબ બન્ને ખલીફા મન્સૂર પાસે ભેગા થઈ ગયા. ઇબ્ને ઇસ્હાકે લાગ જોઈને કહયું કે, અમીરુલ મુઅમિનીન ¦ આ માણસ એક મસ્અલો એવો વર્ણવે છે કે માણસ કસમ ખાવાની સાથે છેલ્લે 'ઇન્શ્ાાઅલ્લાહ' બોલી દે તો એ કસમ રદબાતલ ગણાય એટલે કે પછી કસમ મુજબ કામ ન કરે (કસમ તોડી દે) તો પણ કોઈ વાંધો નહી. અને જો થોડીવાર પછી ઇન્શાઅલ્લાહ બોલે તો પછી કસમ લાગુ પડી જાય અને કસમ તોડે તો ગુનો થશે. આ મસ્અલહમાં હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. એમ કહે છે કે કસમ ખાયને થોડી કે વધુ વાર પછી પણ કોઈ માણસ ઇન્શાઅલ્લાહ બોલી દે તો કસમ રદબાતલ થઈ જાય અને પછી કસમ વિરુદ્ઘ કામ કરે તો કોઈ વાંધો નહી. ઇબ્ને અબ્બાસ બાદશાહ સલામતના કોટુંબિક વડવા અને પૂર્વજ છે અને આ માણસ (અબૂહનીફહ) આ મસ્અલહમાં કહે છે ઇબ્ને અબ્બાસની વાત ભૂલભરેલી છે. ઇબ્ને ઇસ્હાકની નિયત આવી રીતે ખલીફાને આવી રીતે ઇમામ સાહેબથી નારાજ કરવાની હતી.
ઇમામ સાહેબે શાંતચિત્તે અરજ કરી કે જો હઝરત ઇબ્ને અબ્બાસ રદિ.ની વાત જ બરાબર હોય તો પછી તમારી ફોજ અને સઘળા અધિકારીઓ કે ચાકરો તમારી તાબેદારી અને વફાદારીમાંથી નીકળી જશે. કેમ કે તેઓ તમારી સામે વફાદારી અને ફરજનિષ્ઠાથી કસમ ખાશે અને શપઠ લેશે અને પછી બહાર જઈને એમને ફાવશે એ મુજબ એકવાર ઇન્શાઅલ્લાહ બોલી દેશે, એટલે પછી શપઠ અને કસમ એમને લાગુ પડશે નહી અને તેઓ કસમ મુજબ તમારી વફાદારી કરવા બંધાયેલા પણ ન રહેશે. જરા ઇબ્ને ઇસ્હકાને પૂછો કે આવી રીતે તેઓ કયાંક ફોજ અને અધિકારીઓને તમારી તાબેદારીમાંથી નીકળવાનો રસ્તો તો નથી બતાવી રહયા ? ખલીફા આ જવાબ સાંભળીને ઇમામ સાહેબની ચતુરાઈ ઉપર ખુશ થઈ ગયો અને આપ રહ. માન સન્માન સાથે દરબારમાંથી ઘરે પરત આવ્યા.