Get Mystery Box with random crypto!

જીવનની આધાર શિલા યુનિવર્સિટીના એક પ્રોફ્રેસર વિદ્યાર્થીઓને સ | ઇસ્લામ / اسلام

જીવનની આધાર શિલા

યુનિવર્સિટીના એક પ્રોફ્રેસર વિદ્યાર્થીઓને સમયની કિંમત અને વર્ક મેનેજમેન્ટના વિષય ઉપર લેકચર આપવા વર્ગમાં આવ્યા, આજે વિદ્યાર્થીઓ સમક્ષા તેઓ એક જીવંત ઉદાહરણ દ્વારા એમની વાત સમજાવવાના હતા.
વર્ગ ખંડમાં તેઓ એક ડોલ લઈને આવ્યા અને ટેબલ ઉપર મૂકી દીધી. પછી મોટા - મોટા પથરાઓ લાવીને સાવચેતીથી એક પછી એક ડોલમાં ગોઠવી દીધા, ડોલ પથરાઓથી ભરાય ગઈ તો વિદ્યાર્થીઓને પૂછયુ, શું આ ડોલ ભરેલી છે ?
અમુક વિદ્યાર્થીઓએ  હકારમાં ઉત્તર આપ્યો,
ચોક્કસ ? શિક્ષકે પૂછયું,
શિક્ષકે ત્યાર પછી નાના કાંકરાઓથી ભરેલી એક થેલી ટેબલમાંથી કાઢી અને કાંકરીઓ ડોલમાં ઠાલવી દીધી, પથરાઓ વચ્ચેની ખાલી જગ્યાઓમાં કાંકરીઓ સમાય ગઈ. હવે પ્રોફ્રેસરે ફરીથી પૂછયું :
શું આ ડોલ ભરાય ગઈ હશે ?
એક વિદ્યાર્થીએ ઉત્તર આપ્યો કે,
'કદાચ નહી' પ્રોફ્રેસરે વિદ્યાર્થીના ઉત્તરની પ્રસંશા કરી અને પછી રેતી ભરેલી થેલી લાવીને ડોલમાં ઠાલવી દીધી, હવે પથરાઓ અને કાંકારીઓ વચ્ચેની બધી  જગ્યા ભરાઈ ગઈ.
પ્રોફ્રેસરે ત્રીજીવાર પૂછયું કે બોલો, ડોલ હવે ભરેલી છે કે નહિં ?
સઘળા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે 'નહીં,'
એટલે પ્રોફ્રેસરે છેલ્લે પાણી ભરેલો ગ્લાસ ડોલમાં ઠાલવ્યો,
અને પૂછયું :  આ અનુભવ - પ્રયોગથી તમને શું શીખવા મળ્યું ?
એક વિદ્યાર્થીએ આત્મવિશ્વાસભર્યો ઉત્તર આપ્યો કે,
માણસની કાર્યસૂચિ વિવિધ કામોથી ભરેલી હોય, છતાં એ પ્રયત્ન કરે તો એનાથી ઘણા વધારે કાર્યો કરી શકે છે. પ્રોફ્રેસરે કહયું કે, સાચી વાત, પણ.....
મહત્વની વાત એ શીખવા મળી છે કે, જો પ્રથમ મોટા પથરાઓ મૂકવામાં ન આવત તો પાછળથી એને મૂકવા શકય ન હતા.
માણસના જીવનમાં આ પથરાઓ એટલે જીવનમાં એણે નક્કી કરેલ ધ્યેયો, ઉદાહરણ તરીકે શિક્ષણ, સંસ્કાર,  સંસાર, કોઈની સહાય વગેરે.....
-  બસ યાદ રાખો કે સૌ પ્રથમ મોટા પથરા મૂકવાના છે,
- દરરોજ રાત્રે સૂતી વેળા કે સવારે ઉઠીને જીવનની ઇમારતના એ પથરાઓ યાદ રાખજો, અને મૂકવાનું ભૂલશો નહી.            .......