🔥 Burn Fat Fast. Discover How! 💪

સૂક્ષ્મતત્વોની પૂર્તિ માટે શું કરવું? છાણિયા કે દેશી ખાતરોમાં | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

સૂક્ષ્મતત્વોની પૂર્તિ માટે શું કરવું?
છાણિયા કે દેશી ખાતરોમાં આ સૂક્ષ્મ તત્વો વતા ઓછા પ્રમાણમાં હોય છે. દેશી ખાતર અથવા તેની અવેજીમાં એરંડીનો ખોળ વાપરવો જોઈએ. ખેત આડ પેદાશ ખાસ કરીને કપાસની સાંઠી કે ઘઉંના ભાઠા બાળી નાખવાના બદલે રોટાવેટરનો ઉપયોગ કરી જમીનમાં ભેળવી દેવાથી જમીનમાંથી ઉપાડ થયેલ તત્વો પાછા જમીનમાં ઉમેરાય છે. આ ઉપરાંત કપાસની સાંઠીના શેડર દ્વારા નાના નાના ટુકડા કરી તથા અન્ય કૃષિ અવશેષોનો વૈજ્ઞાનિક રીતે કમ્પોસ્ટ બનાવી ઉપયોગ કરવો જોઈએ. તેમજ મુખ્ય તત્વો માટે યુરીયા, ડીએપી કે પોટાશ ખાતરો સાથે જુદા જુદા તત્વો માટે માઈક્રોન્યુટ્રીઅન્ટના ચાર ગ્રેડ બજારમાં સૂક્ષ્મ તત્વો મળે છે. દાખલા તરીકે લોહ તત્વ માટે ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી, જસત માટે ઝીંક સલ્ફેટ પણ જે તે પાકમાં ભલામણ મુજબ વાપરી શકાય.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/LXtHVqmo