Get Mystery Box with random crypto!

બોર્ડો મિશ્રણ બનાવવાની રીતઃ- જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

બોર્ડો મિશ્રણ બનાવવાની રીતઃ- જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦૦ લિટર પાણી જોઈએ.
૧ કિલોગ્રામ મોરથુથુ લો, પ્લાસ્ટીકની ડોલમાં ૫૦ લિટર પાણી લઈ મોરથુથુને તેમાં ઓગાળો. ઠંડા પાણીમાં મોરથુથુ ધીમે ઓગળે છે. આથી સહેજ ગરમ પાણી વાપરવું. મોરથુથુ ઓગાળવા ધાતુના વાસણ વાપરવા નહીં. ત્યારબાદ ૧ કિલોગ્રામ ચુનો લો, પ્લાસ્ટીકની બીજી ડોલમાં ચુનો નાખીને ૫૦ લિટર પાણી ધીમે ધીમે નાખો અને દ્રાવણ લાકડી વડે હલાવતા રહો. ચુનાના દ્રાવણને ત્યારબાદ ગાળી લેવું. હવે પ્લાસ્ટીકની ત્રીજી ડોલમાં મોરથુથુ તથા ચુનાના દ્રાવણને એકી સાથે રેડો અને લાકડી વડે બરાબર હલાવતા રહો. જેથી મિશ્રણ બરાબર થઈ જાય. મિશ્રણ બની ગયા બાદ તેને ગાળી તેવું.
ઉપર મુજબ બનાવેલા બોર્ડો મિશ્રણમાં લોખંડન......

વધુ વાંચો:https://tny.app/WiJVaMfQ