Get Mystery Box with random crypto!

ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ
ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધી નર-માદા એકેય નથી જંપતા કે નથી કકળાટ કરતા બંધ થતાં. માળો હોય જમીન પર, એટલે કૂતરાં - બિલાડાં, શિયાળવા, શિકારી પક્ષીઓ અને સાપ ઘો જેવા સરિસૃપોનો પૂરો ભય ! પણ નર અને માદા બન્ને એવા સજાગ ને સાવચેત કે દુશ્મન કોઈ માળાથી હજુ ૧૦૦-૧૫૦ ફૂટ દૂર હોય ત્યાં સાવચેત થઈ જાય. એનો જીવ ચોટ્યો હોય માળા માહ્યલાં ઈંડામાં જ પણ પોતે માળાથી દૂર જઈ એવી રીતની ઉઠબેસ કરે જેથી શિકારીને લાગે કે ““ત્યાંજ માળો હશે'”' ! એમ આવનારને ભૂલાવામાં નાખી દે. એમાંય માળાના ૧૦૦-૧૫૦ ફૂટના પરિઘમાં જો કોઈ આવી જાય તો ઉલળી ઉલળી ડાય લગાવી ચાંચો મારવાનો રીતસરનો હુમલો જ આદરી દે.

#કૃષિ_કોલમ #પશુપક્ષી#ટીટોડી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/Tj3mjyNv