🔥 Burn Fat Fast. Discover How! 💪

ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે ૪ ગૂંઠા વિસ્તારમાં ૧ થી--૧-૫ ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. ત્યાર બાદ યોગ્ય માપના એટલે કે ૪ થી ૪.૫ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઊંડા ગાડી ક્યારા બનાવવા. ગાદી ક્યારાના લીધે પાણીનો ભરાવો થતો નથી. આ ક્યારામાં પ કિલો જેટલુ ડીએપી અને ૩ થી ૪ કિલો જેટલું યુરિયા પૂંખી નાખવું. બીજને વાવતા પહેલાં કાર્બેન્ડાઝીમ ૫૦% વેપ અથવા થાયરમ ૬૫% એસ.ડી. જેવી ફૂગનાશક દવાનો ૩ ગ્રામ પ્રતિ ક્લિ બીજ દીઠ પટ આપવો. જૈવિક કૃમિનાશક (પેસિલોમ્યસિસ લીલાયીનસ) ૧%નો ઉપયોગ કરવો. ઊભા ધરૂવાડિયામાં ફૂગનો ઉપદ્રવ જણાય તો કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા.નું ૦.૧% (30 ગ્રામ/15 લિટર પાણી) દ્રાવણ અથવા ટ્રાઈકોડમનિં ૦.૫% (75 ગ્રામ/15 લિટર પાણી) દ્રાવણ બનાવી ૩ લિટર ૧ ચોરસ મીટર વિસ્તારમાં નીતરવું.

#કૃષિ_કોલમ #ડુંગળી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://......

વધુ વાંચો:https://tny.app/N6lxVLOQ