🔥 Burn Fat Fast. Discover How! 💪

ફણગાવેલ કઠોળની ભેળ બહેનો માટે : ફણગાવેલ કઠોળની ભેળ :સામગ્રી : | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ફણગાવેલ કઠોળની ભેળ
બહેનો માટે : ફણગાવેલ કઠોળની ભેળ :સામગ્રી : ૧૦૦ ગ્રામ ચણા, ૫૦ ગ્રામ મગ, ૫૦ ગ્રામ મઠ, ૫૦ ગ્રામ ગાજર, ૧૦૦ ગ્રામ ટમેટા, ૧૦૦ ગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ બટેકા, ૫૦ ગ્રામ સેવ, ૨૫ ગ્રામ તજ - લવીંગ - તમાલપત્ર, ૧ ચમચો લાલ મરચુ, મીઠુ પ્રમાણસર, આંબોલીયાની ચટણી, કોથમરીની ચટણી, લસણની ચટણી.
રીત:
રાત્રે મગ અને મઠને જુદા જુદા પલાળવા. બીજે દિવસે મગ અને મઠમાંથી પાણી કાઢી નાખીને ચારણીમાં અગરતો કપડામાં ફણગા કુટવા માટે બાંધવા અને બીજે દિવસે ચણાને પલાળવા. ત્રણેયને પાણીમાં બાફવા. એક વાસણમાં તેલ મુકી તજ - લવીંગ - તમાલપત્રનો વઘાર કરી તેમાં ત્રણેય કઠોળને સાંતળવા અને ચડવા દેવા. ત્યારબાદ તેમાં બટાટાના અને ગાજરના જીણા ટુકડા કરીને નાખવા. ટમેટાના જીણા ટુકડા કરવા. કઠોળમાં સેવ, ડુંગળી, કોથમરી નાખીને પ્રમાણસર ત્રણેય ચટણીઓ નાખવી.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/r4a2lC9v