🔥 Burn Fat Fast. Discover How! 💪

લીલો પડવાશ : લીલો પડવાશ સેન્દ્રિય ખેતીનું અગત્યનું અંગ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

લીલો પડવાશ : લીલો પડવાશ સેન્દ્રિય ખેતીનું અગત્યનું અંગ છે. જે જમીનની ફળટ્ઠુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. લીલા પડવાશમાં પાક દોઢથી બે મહિનાનો થાય એટલે કે ફૂલ આવે ત્યારે જમીનમાં દાટી દેવામાં આવે છે. આમાં કઠોળ વગના પાકો જેવા કે શણ, ઈક્કડ, ગુવાર, ચોળા વગેરેનો સમાવેશ થાય છે. આ પાકો ૨૫ થી ૩૫ હજાર કિ.ગ્રા. લીલો સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરે છે. આ પાકો દ્વારા ૪૦ થી ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટરે ઉમેરાય છે. પિયતની સુવિધા ધરાવતાં વિસ્તારોમાં લીલો પડવાશ કરવો સજીવ ખેતીમાં ઘણો જ ઉપયોગી થઈ શકે. લીલો પડવાશ કરવાથી જમીનની ભોતિક, રાસાયણિક અને જૈવિક ગુણવત્તા સુઘરે છે. સામાન્ય રીતે ઝડપથી વધતાં અને ઊંડા મૂળવાળા શણ, ઈક્કડ, ગુવાર, ચોળા જેવા કઠોળ વર્ગના પાકોને લીલા પડવાશ માટે ઉગાડવામાં આવે છે અને તેને જમીનમાં દબાવી દેવામાં આવે છે. ગ્લોરીસીડયા જેવા ઝાડ વગના પાકને ખેતરના શેઢા પર કે પડતર જમીનોમાં ઉગાડીને તેના લીલા પાન અને ડાળીઓનો પણ લીલા પડવાશ માટે ઉપયોગ કરી શકાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me......

વધુ વાંચો:https://tny.app/HPLzrLDH