🔥 Burn Fat Fast. Discover How! 💪

ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે જરૂરિયાત શું ? ઓઈસ્ટર મશરૂમ ઉગાડવા મા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે જરૂરિયાત શું ?
ઓઈસ્ટર મશરૂમ ઉગાડવા માટે ઘાસ/પરાળ (ડાંગર, ઘઉં, મગ, અડદ, સોયબીન, કાગળ વગેરે), બિયારણ, ફોમાલીન (૩૭ ટકા), કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા., પ્લાસ્ટિકની કોથળી (ર૦ માઈક્રોન, ૩૪ x ૫૦ સે.મી. માપની), લાકડાનાં કે વાસનાં ઘોડા, કાપવાનું સાધન (કાતર કે કટર), પાણી છાંટવા માટે પંપ કે ઝારો, થર્મોમીટર અને ભેજ માપક યંત્ર અને કંતાન, ખસની ટટ્ઠી અને રેતી વગેરે.
મશરૂમ ઉગાડવા માટે ૩૦ ફૂટ x ૧૫ ફૂટનાં માપનો ઓરડો બનાવવો કે જેમાં ૨૦૦૦ થી ૩૦૦૦ જેટલી કોથળીઓ રહી શકે. શેડ ઉપર ગરમી અવરોધક તરીકે ડાંગર કે ઘઉંનું પરાળ પાથરવું અને હવાની અવરજવર માટે દીવાલમાં સામસામે બારીઓ કે વેન્ટીલેશન રાખવા અને બારી આગળ કંતાન અથવા એક્ઝોસ્ટ ફેન મૂકવો

#કૃષિ_કોલમ #મશરૂમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/D37IlRLU