Get Mystery Box with random crypto!

સૂક્ષ્મ તત્વોના વપરાશમાં કાળજી - જમીન ચકાસણીના અહેવાલના આ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

સૂક્ષ્મ તત્વોના વપરાશમાં કાળજી

- જમીન ચકાસણીના અહેવાલના આધારે ફક્ત ઉણપવાળા જ સૂક્ષ્મ તત્વો વાપરવા.
- સૂક્ષ્મ તત્વોના દ્રાવણનો છંટકાવ પાકની વિકાસની અવસ્થાએ કરવો.
- સૂક્ષ્મ તત્વોના દ્રાવણનો છંટકાવ પાકને પિયત આપ્યા બાદ જ કરવો.
- સૂક્ષ્મ તત્વોના દ્રાવણનો છંટકાવ સવારના અથવા બપોર બાદ ઠંડા વાતાવરણમાં કરવો
. - એક કરતા વધારે ખાતરો મિશ્ર કરવા નહિ.
- ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી સાથે સાઈટ્રીક એસીડ (લીંબુના ફૂલ) અને ઝીંક સલ્ફેટ સાથે ચૂનાનુ દ્રાવણ ઉમેરીને જ છંટકાવ કરવો.
- ખાતરોના દ્રાવણનો છંટકાવ ઝીણા બિંદુ રૂપે બધા જ પાન પર ફેલાઈ, પરંતુ ટીપા થઈને જમીન પર ન ટપકે તે રીતે કરવો જરૂરી છે.
- અનુકૂળતા અને ખર્ચની બચત માટે ભલામણ મુજબ મિશ્ર કરી શકાતી હોય તેવી જંતુનાશક દવાઓ સાથે ખાતરનો છંટકાવકરી શકાય.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/puYO1idu