Get Mystery Box with random crypto!

- ફરી એકવાર ગ્રાફટિંગ વિશે જાણીએ આપણને ખબર છે કે રાયણના છોડ ઉપ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- ફરી એકવાર ગ્રાફટિંગ વિશે જાણીએ આપણને ખબર છે કે રાયણના છોડ ઉપર ચીકુની કલમ કરીએ તો ચીકુને રાયણના મૂળનો લાભ મળે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું છે કે જે દેશી અથવાતો અન્ય જાતોમાં મૂળ પ્રદેશનો મહત્તમ વિસ્તાર થતો હોય તેવા મૂળવાળા છોડ ઉપર બીજા છોડને ગ્રાફટીંગ દ્વારા લગાડી દેવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે. દા.ત. ટમેટાના રૂટ સ્ટોક ઉપર હવે વધુ રોગ આવે છે, ઉત્પાદન ઓછું મળે છે તો વૈજ્ઞાનિકો જંગલી ટમેટાના મૂળ પ્રદેશનો ઉપયોગ કરવા જંગલી ટમેટામાં ટમેટાની હાઈબ્રીડ જાતનું ગ્રાફટીંગ કરે છે તેથી ચમત્કારીક પરીણામ મળે છે. હવે તે હાઈબ્રીડ જાતમાં રોગ ઓછા લાગે છે અને ઉત્પાદન અઢળક મળે છે. ટુંકમાં આપણે જે જાતના ફળ, સ્વાદ, રંગ ગમે છે તેના ભાવ બજારમા સારા મળે છે. તેના છોડને બીજાના રૂટસ્ટોક ઉપર ગ્રાફટિંગ કરવાથી ઉત્પાદન વધારી શકાય છે. ભવિષ્યમાં બીજને બદલે ગ્રાફટીંગ કરેલા રોપ આપણે ખરીદતા હશું. વૈજ્ઞાનિક ખેતીની અવનવી માહિતી વધુ આવતા અંકે .

#કૃષિ_વિજ્ઞાન #krushivigyan #graftingplants

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vig......

વધુ વાંચો:https://tny.app/rOSfQb00