Get Mystery Box with random crypto!

ડાંગર (ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ - -ખેતરના શ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ડાંગર (ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ - -ખેતરના શેઢાપાળા નીંદણ મુકત અને સાફ રાખવા. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.ખેતરમાં સૂકારાના રોગની શરૂઆત દેખાય તો તરત જ ત્યાર પછી આપવાનો થતો નાઈટ્રોજનયુકત ખાતરનો હપ્તો રોગ કાબુમાં આવ્યા પછી જ આપવાની વ્યવસ્થા કરવી.- રોગની શરૂઆત જણાય કે તરત જ શકય હોય તો રોગીષ્ઠ પાન-છોડને ઉખાડી, બાળીને નાશ કરવો.રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી.- રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફૂટ અવસ્થા સમયે 15- લિટર પાણીમાં 1.5- ગ્રામ સ્ટ્રેપ્ટ્રોસાયક્લિન- -30- ગ્રામ તાંબાયુકત જીવાણુનાશક (કોપર ઓક્ઝિકલોરાઈડ)નું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ આખા છોડ ભીંજાઈ જાય તે રીતે છાંટવાથી રોગને કાબુમાં લઈ શકાય છે. જીવાણુનાશકનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયગાળામાં કરવો.

#insect #કૃષિ_વિજ્ઞાન

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan......

વધુ વાંચો:https://tny.app/KgndS6IH