Get Mystery Box with random crypto!

 આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાય | Ramanand Education

 આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત કરવામાં આવ્યા. દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પદ્મશ્રી પુરસ્કાર આપવાનો સમારોહ યોજાયો. બે દિવસ માટે પદ્મ પુરસ્કાર કાર્યક્રમ યોજાશે. પહેલા દિવસે અનિલપ્રકાશ જોષીને વર્ષ 2020માં સામાજીક કાર્યો માટે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.  અનિલપ્રકાશ જોષી ઉત્તરાખંડના નિવાસી છે અને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કર્યું છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં પ્રભાવિત લોકોના હક્ક માટે લડાઈ કરનાર અબ્દુલ જબાપને મરણોપરાંત પદ્મશ્રી આપવામાં આવ્યો. જ્યોર્જ ફર્નાન્ડિસ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ,  પંડિત ચંદુલાલ મિશ્રા, મુમતાઝ અલી, ડો એસ.સી.જામીર સહિત 16 લોકોને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી. ગુજરાતના ગફુરભાઈ બિલખિયા, શાહબુદ્દીન રાઠોડ અને ડો.સુધીરકુમાર જૈનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 9 નવેમ્બરના કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ, નરેશ-મહેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.