🔥 Burn Fat Fast. Discover How! 💪

Edu_World🌍™

Logo of telegram channel edu_world — Edu_World🌍™ E
Logo of telegram channel edu_world — Edu_World🌍™
Channel address: @edu_world
Categories: Uncategorized
Language: English
Subscribers: 4.73K
Description from channel

📖https://t.me/Edu_World
➡️તમામ પ્રકારની સરકારી પરીક્ષા ને લગતુ મટિરિયલ્સ શેર કરવામાં આવે છે.
➡️ચેનલ થી કોઇ સલાહ સજેશન હોય તો જણાવવા વિનંતી.
➡️ આપના દ્વારા બનાવાયેલ મટિરિયલ્સ તથા દરરોજ અપડેટ કરવા અને એડમિન રાઈટ મેળવવા માટે જણાવો @l_pandya પર

Ratings & Reviews

2.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

1


The latest Messages

2022-09-01 19:45:08
188 viewsSahil Chavda, 16:45
Open / Comment
2022-09-01 15:53:02 APRIL-MAY-JUNE-JULY CURRENT AFFAIRS- https://t.me/Edu_World/14885?single
342 views+ pandya+, edited  12:53
Open / Comment
2022-09-01 15:52:09 AUGUST MONTH CURRENT AFFAIRS PDF -

https://t.me/Edu_World/14897
345 views+ pandya+, 12:52
Open / Comment
2022-09-01 15:01:09
"ભાર્યા" એટલે...? (GPSSB)
Anonymous Quiz
17%
ભાઈ
9%
પિતા
72%
પત્ની
3%
માતા
1.2K voters420 viewsKishan Solanki, 12:01
Open / Comment
2022-09-01 14:22:18
મિખાઇલ ગોર્બાચોફ : સોવિયેટ સંઘ અને અમેરિકાના શીતયુદ્ધને ખતમ કરાવનારા નેતા

મિખાઇલ ગોર્બાચોફ 20મી સદીની સૌથી વધારે પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓમાંથી એક હતા.
1.4K views+ pandya+, 11:22
Open / Comment
2022-09-01 14:16:20
ભારતીય માહિતી સેવાના વરિષ્ઠ અધિકારી ડૉ.વસુધા ગુપ્તાએ ઓલ ઈન્ડિયા રેડિયોના ન્યૂઝ સર્વિસીસ વિભાગના મહાનિર્દેશકનો ચાર્જ સંભાળ્યો.


@Edu_World
1.4K views+ pandya+, 11:16
Open / Comment
2022-09-01 13:47:47 #CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

DATE-01-SEPTEMBER-2022

#TELEGRAM - https://t.me/Edu_World



1.તેજસ 2.0 પ્રોજેક્ટ માટે કેન્દ્ર દ્વારા કેટલું વધારાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે?
જવાબ: રૂ. 6,500 કરોડ

2.ભારતમાં સર્વાઇકલ કેન્સર માટેની રસી કઈ કંપનીઓએ વિકસાવી છે?
- બાયોટેકનોલોજી વિભાગના સહયોગથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા

3.G20 પર્યાવરણ અને આબોહવા મંત્રાલયમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરી રહ્યું છે?
- કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

4.થાઈલેન્ડમાં ભારતના રાજદૂત તરીકે કોને નામ આપવામાં આવ્યું છે?
-IFS નાગેશ સિંહ

5.રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે મનાવવામાં આવશે?
- 1લી-7મી સપ્ટેમ્બર

6.હિમાચલ પ્રદેશ સરકારે NHPC સાથે કયા પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે?
-500 મેગાવોટ ડુગર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ

7.G20 પર્યાવરણ અને આબોહવા મંત્રી સ્તર ક્યાં યોજાઈ રહ્યું છે?
-બાલી, ઈન્ડોનેશિયા

8.ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) મંત્રી સ્તર ક્યારે અને ક્યાં યોજાશે?
- 8મી-9મી સપ્ટેમ્બર લોસ એન્જલસમાં

9.સપ્ટેમ્બરમાં સ્વચ્છ ઉર્જા મંત્રી સ્તરનું આયોજન કોણ કરશે?
-યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી

10.કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના આંતરરાષ્ટ્રીય ખજાનચી તરીકે કોણ ચૂંટાયા છે?
- અનુરાગ શમરા, એમપી – ઝાંસી

11.માલીના વચગાળાના પીએમ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
-Colonel Abdoulaye Maiga

12.ઇન્ડિગો તાજેતરમાં જ કયા અભિયાનમાં જોડાયું છે?
- Clear Skies for Tomorrow Sustainability Campaign by WEF

13.ફોર્બ્સ એશિયા 100 ટુ વોચ લિસ્ટમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સ કેવી રીતે સ્થાન પામ્યા હશે?
- 11

14.T20I માં 3500 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો?
- રોહિત શર્મા

15.જસપ્રીત બુમરાહને કઈ બ્રાન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- Acefour Accessories’ Uppercase
324 views+ pandya+, 10:47
Open / Comment
2022-09-01 11:48:06
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2022માં કયો દેશ પ્રથમ ક્રમે આવ્યો ?
Anonymous Quiz
50%
ફિનલેન્ડ
25%
ડેન્માર્ક
18%
નોર્વે
6%
ન્યૂઝીલેન્ડ
157 voters331 viewsHarry, 08:48
Open / Comment
2022-09-01 09:41:02 #PART-4. ...


હિંદુઓમાં સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં લગ્ન આયોજિત કરવામાં નથી આવતા, પરંતુ કહેવાય છે કે જામ અજાજી યુદ્ધમાં ન આવે એટલા માટે એ અરસામાં જ તેમનાં લગ્ન નિર્ધારવામાં આવ્યાં હતાં.

'શ્રીયદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ'ના વિવરણ પ્રમાણે, જ્યારે જામ સતાજી નગર પરત આવ્યા, ત્યારે જામ અજાજીને લડાઈ હજુ ચાલુ હોવાની જાણ થઈ. તેમણે જામ સતાજીની મંજૂરીથી 500 જાનૈયા રાજપૂતોને લઈને ભૂચર મોરી તરફ જવા માટે રવાના થયા. તેમાં નાગડો વજીર (જેસા વજીરના દીકરા) સાથે રણમેદાન પહોંચ્યા.

પાટવીકુંવરના આગમનથી જામના લશ્કરમાં જોશ ભરાયું. બીજા દિવસે સવારે 'અલ્લા હુ અકબર' તથા 'જય મા આશાપુરા'ના નારા સાથે બંને લશ્કર સામ-સામે ટકરાયાં. યુદ્ધનું પરિણામ ખબર હોવા છતાં રાજપૂતો લડ્યા. એક તબક્કે જામ અજાજીએ ઘોડો કુદાવીને અઝીઝ કોકા ઉપર ભાલાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ ચૂકી ગયા, પરંતુ મુગલ સૈનિકોએ કોઈ ચૂક ન કરી અને તેમના પ્રહારથી અજાજીનું મૃત્યુ થયું. એમની સાથે નાગડો વજીર, જેસા વજીર સહિત અનેક યોદ્ધાઓ ખપી ગયા.

તોપ, હાથી તથા અનેક લડાઈઓ લડી ચૂકેલા ખૂનખાર અને લૂંટમાં ભાગ મળવાની આશાએ લડનારા સૈનિકો સામે જામના સૈનિકો લાંબા સમય સુધી ટકી ન શક્યા. જામ સતાજીના 70 જેટલા પરિવારજનોનો પણ તેમાં સમાવેશ થતો હતો.

વર્ષોથી લગાડવામાં આવતાં સિંદૂર તથા 430 કરતાં વધુ વર્ષથી ખુલ્લામાં રહેવાથી પાળિયાં પરનાં લખાણ ભૂંસાઈ ગયાં છે. છતાં અમુક વિગતો સ્પષ્ટ છે. એક શીલાલેખમાં અઝીઝ કોકાના હાથી ઉપર બેઠા છે તથા જામ અજાજી પોતાના ઘોડાને કુદાવીને ભાલાનો પ્રહાર કરી રહ્યા છે તેવું દૃશ્ય આલેખાયેલું છે. આનું વિવરણ કરતાં કેટલાક દુહા પણ ચારણી સાહિત્યમાં ઉપલબ્ધ છે.

લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ નાગડા વજીર, તેના વ્યક્તિત્વ અને બહાદુરીની વાતો સાંભળીને તેમને કેન્દ્રમાં રાખીને વર્ષ 1938માં 'સમરાંગણ'ના નામથી નવલકથા લખી છે. આ સિવાય તેમણે અન્ય પુસ્તકોમાં ભૂચર મોરીના યુદ્ધ, અજાજીના પરાક્રમ તથા સૂરજકુંવરબાના સતી થવા વિશેના દુહા નોંધ્યા છે.

એ જ પુસ્તકમાં (પૃષ્ઠ ક્રમાંક 306) પર જામ રણમલજીને આઠ રાણી, સાત પુત્ર તથા એક પુત્રી હોવાનો ઉલ્લેખ છે. તેમાંથી પાટવીકુંવર બાપુભાસાહેબનો જન્મ શ્રાવણ વદ સાતમના દિવસે થયો હતો અને ત્યારથી જ જામનગરમાં સાતમની સવારીએ ચઢવાની શરૂઆત થઈ હોવાની નોંધ મળે છે, પરંતુ જામ અજાજીના અવસાનને કારણે વર્ષો સુધી શીતળા સાતમની ઉજવણી ન થઈ હોવાનો ઉલ્લેખ નથી મળતો


TELEGRAM-
https://t.me/Edu_World
475 views+ pandya+, edited  06:41
Open / Comment
2022-09-01 09:37:20 #PART-3........


જૂન-1590માં અઝીઝ કોકાએ ગુજરાત આવીને પદભાર સંભાળી લીધો. જૂનાગઢના શાસક અમીન ખાન ઘોરી તથા નવાનગરના શાસકોએ મુગલ શાસકોએ સારાસારી રાખીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું હતું, બીજી તરફ તેઓ મુઝ્ઝફરશાહને પણ મદદ કરી રહ્યા હતા, આ વાત મુઘલ અધિકારીઓથી છૂપી રહી ન હતી.

'ગુજરાતનો ઇતિહાસ - મુઘલકાળ'માં (સંપાદક રસિકલાલ પરીખ તથા હરિપ્રસાદ શાસ્ત્રી, પૃષ્ઠ ક્રમાંક-48) પર લખે છે: અઝીઝ કોકાની ગણતરી મુઝ્ઝફરશાહ તથા તેમને મદદ કરી રહેલા અન્ય સાથીઓને નમાવીને કાયમી શાંતિ સ્થાપવાની હતી. તેઓ સૌરાષ્ટ્રને મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ કરી દેવા માગતા હતા.

બીજી બાજુ, સુલતાન મુઝ્ઝફરશાહને પોતાના સમર્થકો ઉપરાંત, જામનગરના જામ, જૂનાગઢના દોલત ખાન, રાયજાદા રા ખેંગાર તથા લોમા ખુમાણની સેના મળી હતી. આ સિવાય દ્વારકાની (કેટલાંક વિવરણો પ્રમાણે હિંગળાજ મંદિરની) જાત્રાએ જઈ રહેલા 1500 જેટલા અતીત બાવાની ટુકડી પણ જામસાહેબની પડખે રહીને લડ્યા હતા. આમ મળીને તેમની કુલ સંખ્યા લગભગ 30 હજાર જેટલી હતી, જ્યારે મુઘલ લશ્કર દસ હજાર આસપાસ હતું.

ચોમાસાને લીધે મુઘલ સૈનિકો માટે સ્થિતિ પ્રતિકૂળ હતી, તેમના માટે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળવી મુશ્કેલ બની રહી હતી. બીજી બાજુ, સંખ્યામાં વધુ હોવા છતાં સમવાયી દળો માટે આવી કોઈ સમસ્યા ન હતી.

શરૂઆતમાં સમાધાનના પ્રયાસો થયા, પરંતુ તેમાં સફળતા ન મળી. અંતે ભૂચર મોરી ખાતે 17 જુલાઈ, 1591ના દિવસે બંને સેનાઓ વચ્ચે સામ-સામે ટક્કર થઈ. ભૂચર મોરીએ જામનગર જિલ્લાના ધ્રોળ પાસે આવેલી જગ્યા છે. જામ સતાજી સાથેના જૂના મતભેદને કારણે પોતાના વિસ્તારમાં યુદ્ધ લડાતું હોવા છતાં ધ્રોળના ભાયાતો તેમની પડખે રહીને લડ્યા ન હતા.


TELEGRAM-
https://t.me/Edu_World
298 views+ pandya+, 06:37
Open / Comment