🔥 Burn Fat Fast. Discover How! 💪

#PART-4. ... હિંદુઓમાં સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં લગ્ન આ | Edu_World🌍™

#PART-4. ...


હિંદુઓમાં સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં લગ્ન આયોજિત કરવામાં નથી આવતા, પરંતુ કહેવાય છે કે જામ અજાજી યુદ્ધમાં ન આવે એટલા માટે એ અરસામાં જ તેમનાં લગ્ન નિર્ધારવામાં આવ્યાં હતાં.

'શ્રીયદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ'ના વિવરણ પ્રમાણે, જ્યારે જામ સતાજી નગર પરત આવ્યા, ત્યારે જામ અજાજીને લડાઈ હજુ ચાલુ હોવાની જાણ થઈ. તેમણે જામ સતાજીની મંજૂરીથી 500 જાનૈયા રાજપૂતોને લઈને ભૂચર મોરી તરફ જવા માટે રવાના થયા. તેમાં નાગડો વજીર (જેસા વજીરના દીકરા) સાથે રણમેદાન પહોંચ્યા.

પાટવીકુંવરના આગમનથી જામના લશ્કરમાં જોશ ભરાયું. બીજા દિવસે સવારે 'અલ્લા હુ અકબર' તથા 'જય મા આશાપુરા'ના નારા સાથે બંને લશ્કર સામ-સામે ટકરાયાં. યુદ્ધનું પરિણામ ખબર હોવા છતાં રાજપૂતો લડ્યા. એક તબક્કે જામ અજાજીએ ઘોડો કુદાવીને અઝીઝ કોકા ઉપર ભાલાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ ચૂકી ગયા, પરંતુ મુગલ સૈનિકોએ કોઈ ચૂક ન કરી અને તેમના પ્રહારથી અજાજીનું મૃત્યુ થયું. એમની સાથે નાગડો વજીર, જેસા વજીર સહિત અનેક યોદ્ધાઓ ખપી ગયા.

તોપ, હાથી તથા અનેક લડાઈઓ લડી ચૂકેલા ખૂનખાર અને લૂંટમાં ભાગ મળવાની આશાએ લડનારા સૈનિકો સામે જામના સૈનિકો લાંબા સમય સુધી ટકી ન શક્યા. જામ સતાજીના 70 જેટલા પરિવારજનોનો પણ તેમાં સમાવેશ થતો હતો.

વર્ષોથી લગાડવામાં આવતાં સિંદૂર તથા 430 કરતાં વધુ વર્ષથી ખુલ્લામાં રહેવાથી પાળિયાં પરનાં લખાણ ભૂંસાઈ ગયાં છે. છતાં અમુક વિગતો સ્પષ્ટ છે. એક શીલાલેખમાં અઝીઝ કોકાના હાથી ઉપર બેઠા છે તથા જામ અજાજી પોતાના ઘોડાને કુદાવીને ભાલાનો પ્રહાર કરી રહ્યા છે તેવું દૃશ્ય આલેખાયેલું છે. આનું વિવરણ કરતાં કેટલાક દુહા પણ ચારણી સાહિત્યમાં ઉપલબ્ધ છે.

લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ નાગડા વજીર, તેના વ્યક્તિત્વ અને બહાદુરીની વાતો સાંભળીને તેમને કેન્દ્રમાં રાખીને વર્ષ 1938માં 'સમરાંગણ'ના નામથી નવલકથા લખી છે. આ સિવાય તેમણે અન્ય પુસ્તકોમાં ભૂચર મોરીના યુદ્ધ, અજાજીના પરાક્રમ તથા સૂરજકુંવરબાના સતી થવા વિશેના દુહા નોંધ્યા છે.

એ જ પુસ્તકમાં (પૃષ્ઠ ક્રમાંક 306) પર જામ રણમલજીને આઠ રાણી, સાત પુત્ર તથા એક પુત્રી હોવાનો ઉલ્લેખ છે. તેમાંથી પાટવીકુંવર બાપુભાસાહેબનો જન્મ શ્રાવણ વદ સાતમના દિવસે થયો હતો અને ત્યારથી જ જામનગરમાં સાતમની સવારીએ ચઢવાની શરૂઆત થઈ હોવાની નોંધ મળે છે, પરંતુ જામ અજાજીના અવસાનને કારણે વર્ષો સુધી શીતળા સાતમની ઉજવણી ન થઈ હોવાનો ઉલ્લેખ નથી મળતો


TELEGRAM-
https://t.me/Edu_World