Get Mystery Box with random crypto!

ચકલી- ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.રમલ છંદ દૂર કુદરતથી થયા | શબ્દ ઉત્સવ

ચકલી- ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.રમલ છંદ


દૂર કુદરતથી થયા છે એ હદે સૌ આપણે,
ક્યાં હવે તો ચીં ચીંનો કલશોર સાંભળવા મળે.

વૃક્ષ નો જ્યાં નાશ માનવજાત કરતો,ને ચકી,
ઘર બિચારી ડાળપર એ શોધતી લાગે પણે.

એક ચકલીને ચકાની સાંભળી 'તી મેં કદીક,
એ કથાઓ આજ સૌએ સાંભરે રોજે મને!

આપણે તો જાત ચકલીની જરા ભાળી રહ્યાં,
આવતાં યુગમાં થશે સંભારણા,કહી દઉં હવે!

ના હવે માળા રહ્યા ને ક્યાં હવે ચકલી રહી,
વૃક્ષ પણ ચકલી વગર તો યાદમાં રોતું હશે!

અંજના ગાંધી " મૌનુ"
વડોદરા