Get Mystery Box with random crypto!

ભણેલા ગણેલાનો પ્રસંગ યાદગાર છે આજનું અડધું ભારત બેરોજગાર છે | શબ્દ ઉત્સવ

ભણેલા ગણેલાનો પ્રસંગ યાદગાર છે
આજનું અડધું ભારત બેરોજગાર છે

સમસ્યાઓ આજેય જયાંની ત્યાંજ છે(2)
હા ભાઈ હા આ આજના નેતાઓનું રાજ છે

મોંઘવારી ગરીબના માથે લાગેલ અભિશાપ છે
ખબર નથી ભાઈ ગરીબનુ કયા જન્મનું પાપ છે

કોઈ વિદેશથી પાણી મંગાવી રોજ પીવે છે
પુછો તો મધ્યમવર્ગ આજે કેમનો જીવે છે

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ આજ રડાવે છે
જાણી જોઈ ગોડાઉનમાં માલ સડાવે છે.આજનું.....

ખેતી કરતો ખેડુત ફાંસીએ લટકી જાય છે
ઘરસંસાર ખેડુનો અડધે અટકી જાય છે

ગરીબોની કસ્તુરી ડુંગરી થાળીમાં વિસરાય છે
ગરીબોના મુખમાં પહોંચ્યા વગર સડી જાય છે

ભણેલા ગણેલાનો પ્રસંગ યાદગાર છે
આજનું અડધું ભારત બેરોજગાર છે

નથી કોઈને શાંતિ ચોતરફ હાહાકાર છે
દેશ આજે મારો ઉંડે દરિયે મઝધાર છે

સરલ કરે વિનંતી મહાદેવ એક જ મદદગાર છે
આજનું અડધું ભારત બેરોજગાર છે
સ ર લ રાઠોડ
સતપાલસિંહજી રણજીતસિંહજી લક્ષ્મણસિંહજી રાઠોડ
ગામ પઢારીયા તા જી મહેસાણા