Get Mystery Box with random crypto!

શીર્ષક: લખાયું અર્થ વિનાનું એક પાનું લખાયું, જીવતરમા એ તો ખોટ | શબ્દ ઉત્સવ

શીર્ષક: લખાયું

અર્થ વિનાનું એક પાનું લખાયું,
જીવતરમા એ તો ખોટું લખાયું.

વસવસો છે ભારી પણ થાય શું?
આંસુ એક નયનમાં મોટું લખાયું.

ભાંગી પડે પાર્થ જેવો પણ સમયે,
કુરુક્ષેત્ર સમાન એક ટાણું લખાયું.

ઘાવો રુઝાતાં નથી ભૂતકાળ તણાં,
માટે જ રુડાં હાલમાં કાણું લખાયું.

અઢળક પસ્તાવો હૈયે ઉભરે કાયમ,
છતાં સામે ખરડાયેલું વાણું લખાયું.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ "

રાણપર