🔥 Burn Fat Fast. Discover How! 💪

આખુ વર્ષ ભણી ગણી ને, મનોમંથન કરો વિધાર્થીઓ, મહેનત થકી આવે માર્ | શબ્દ ઉત્સવ

આખુ વર્ષ ભણી ગણી ને,
મનોમંથન કરો વિધાર્થીઓ,
મહેનત થકી આવે માર્કસ ,
આવ્યો અવસર પરીક્ષા નો.

હોલટિકિટ, પેન,પેન્સિલ ને
કેલ્કયુલેટર, કંપાસ લઇને
થાવ તૈયાર સૌ વિધાર્થીઓ,
આવ્યો અવસર પરીક્ષા નો.

પરીક્ષાખંડમા પ્રવેશ કરીને
નમન કરો વિદ્યા ના દેવીને,
આવડે જે તે લખો પહેલા
આવ્યો અવસર પરીક્ષા નો.

પરીક્ષા છે જીવન બોધપાઠ,
મળે જીત તો ગર્વ ન કરવો,
મળે હાર તો નિરાન ન થવુ,
આવ્યો અવસર પરીક્ષા નો.

રાખો આત્મવિશ્વાસ પ્રબળ,
તો દરેક પેપર જાય સરળ ,
સ્વપ્ન પણ થશે સર્વ પુરાં,
આવ્યો અવસર પરીક્ષા નો.

ન જાય સમય તમારો વિફલ,
દરેક ક્ષણ પણ છે અનમોલ,
કહે દિનકર શુભેચ્છા સહ,
આવ્યો અવસર પરીક્ષા નો.


વ્યાસ દિનેશ-દિનકર