🔥 Burn Fat Fast. Discover How! 💪

આંખોને ગમતા સપના,જાણે પંખીની પાંખો ! મનને નભ પર ઉડવું,જાણે માર | શબ્દ ઉત્સવ

આંખોને ગમતા સપના,જાણે પંખીની પાંખો !
મનને નભ પર ઉડવું,જાણે મારા ઝરમર ઝરણાઓ !

પામવા તણી મહેચ્છા કિનારાને, દરિયાવની લહેરો !
જળમીન બની ડૂબકી લગાવી ફરી શોધું નવી કોતરો.

પકડું તો યે સરકી જતી જીવવાની વિસ્તરતી ક્ષણો.
હથેળીઓની રેખાઓમાં કંડારેલી મારી અનંત પળો.

ડર છે એટલે વળાંકમાં આવતા રસ્તાની સફરનો.
ધીમે પગલે એટલે ચાલુ પછી ભલેને હોય કંટકો.

હજું મળવાનું બાકી છે,મારા સ્વજનને શત્રુઓ.
હજું જીવવાનું બાકી છે,ભલે વિતે સૈકાને આ સદીઓ.

ભૂષિત શુકલ