Get Mystery Box with random crypto!

ભારતના સિંહો નું એ વન આઝાદ રહે; સિક્કા જેવું સૌનું એ મન આઝા | શબ્દ ઉત્સવ




ભારતના સિંહો નું એ વન આઝાદ રહે;
સિક્કા જેવું સૌનું એ મન આઝાદ રહે.

છે ફૂલોની મસ્તી , ભમરાઓનું ગુંજન ,
છે જ્યાં સૌરભનું એજ ચમન આઝાદ રહે.

વીર સપૂતોની ફાંસીને પણ યાદ કરો;
રાણા, શિવા ના એજ વતન આઝાદ રહે .

જ્યાં હસતાં ગાતાં રમતાં ઉડતા પંખીઓ ,
સત્ય કરુણાનું એજ ગગન આઝાદ રહે.

રામ, બુદ્ધ, કૃષ્ણની છે આ ધરતી દોસ્ત ,
લખ જલરૂપ ભારતદેશ અમન આઝાદ રહે.

કવિ જલરૂપ
મોરબી