Get Mystery Box with random crypto!

*કોલાહલ* યાદ કોલાહલ કરે વરસાદમાં. વ્હાલથી હલચલ કરે વરસાદમાં. | શબ્દ ઉત્સવ

*કોલાહલ*
યાદ કોલાહલ કરે વરસાદમાં.
વ્હાલથી હલચલ કરે વરસાદમાં.

હાજરી તારી હ્રદયમાં સાલતી,
ભાવથી કલબલ કરે વરસાદમાં.

એકલી મૂકી જવાની હામ પણ,
કેટલાં જો છલ કરે વરસાદમાં.

બૂંદ કાજે પ્યાસ ચાતક શી ભરી,
આંગણું પ્રાંજલ કરે વરસાદમાં.

આંખમાં અટકી ગયેલું અશ્રુ પણ,
પાંપણે છલછલ કરે વરસાદમાં.

આશ પણ જો ઓગળી છે એટલી,
ભીતરી આનલ કરે વરસાદમાં.

પંખુડી સૂકી મળી છે પુસ્તકે,
આત્મને કોમલ કરે વરસાદમાં.

વાત અટકી હોંઠ પર આવી અને,
સ્મિતને મખમલ કરે વરસાદમાં.

પ્યારની કિંમત સમજવી છે કઠિન,
સ્નેહ એ સોનલ કરે વરસાદમાં.

દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર