🔥 Burn Fat Fast. Discover How! 💪

શીર્ષક: ખુલ્લી કિતાબ રહસ્ય રાખી જગતે જીવવું શું? જિંદગીને ખુ | શબ્દ ઉત્સવ

શીર્ષક: ખુલ્લી કિતાબ

રહસ્ય રાખી જગતે જીવવું શું?
જિંદગીને ખુલ્લી કિતાબ રાખો.

સત્ય કડવું હોય બની શકે ખરા,
છતા સ્વાદ એનો કાયમી ચાખો.

આજ છીએ ને કાલ કદાચ નહીં,
માટે જ રાખવો નહીં ખોટો ફાકો.

બદલતા રહેવું જગે જરુરી બને,
પરંપરા તણો હવે તો ફાડો તાકો.

દોડ ઇચ્છાઓની થાય નહીં પૂરી,
સ્વભાવ માટે ન રાખો સાવ રાકો.

રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ"
રાણપર