Get Mystery Box with random crypto!

ફુઝૈલ બિન અયાઝ ફરમાવે છે કે, જો મને બે વાતોમાંથી એકને પસંદ કરવ | ઇસ્લામ / اسلام

ફુઝૈલ બિન અયાઝ ફરમાવે છે કે, જો મને બે વાતોમાંથી એકને પસંદ કરવાનું કહેવામાં આવે કે, કાં તો મરવા પછી આખિરતમાં ફરી પેદા થઈને જન્નતમાં જાઓ અથવા મરવા પછી ફરી પેદા જ નહી થવું. તો હું જન્નતમાં જવા કરતાં ફરી પેદા ન થવાને પસંદ કરીશ. આ કથન વર્ણવનાર મુહમ્મદ બિન હાતિમ ફરમાવે છે કે આનું કારણ અલ્લાહ તઆલાનો ડર અને હયા છે.
અને અબૂ સુલૈમાન રહ. ફરમાવે છે કે હું તો અલ્લાહ તઆલાની સામે જઈને અલ્લાહ તઆલાનો દીદાર કરીને આંખો ઠંડી કરવાને વધુ પસંદ કરીશ. અલ્લામહ ઇબ્ને રજબ આ બન્ને વાતો નકલ કરીને લખે છે કે શેખ અબૂ ઝેદ રહ.નું મંતવ્ય અબૂ સુલૈમાન રહ.ના કથન મુજબ છે અને શેખ હુઝયફ મરઅશી રહ.એ શેખ ફુઝૈલ રહ.ની રાહ અપનાવી છે.