Get Mystery Box with random crypto!

રાવણનું મિથ્યાભિમાન (ગિરધર ) કવિ :- ગિરધરદ | @ Junagadh_Education @


રાવણનું મિથ્યાભિમાન (ગિરધર )


કવિ :- ગિરધરદાસ
જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો.
તેમના પિતાનું નામ ગરબદાસ.

‘ગિરધરકૃત રામાયણ’ અને ‘રાજસૂયયજ્ઞ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે.

‘ગિરધર ‘ મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે.

સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે, તેની સાથે પુત્રી સીતાનાં લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો.

તેને પોતાના બળનું અભિમાન હતું. એ રુઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઊપડ્યું નહિ અને તે ધનુષ્યતળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.


Join :- @dabhivb_gk

ડાભી વિશાલ